
વડોદરામાં આરોગ્ય વિભાગે ફરસાણની દુકાનમાં દરોડા પાડ્યા
Recommended Video

વડોદરાઃ શહેરમાં ફરસાણની એક દુકાને લોકોના સ્વાસ્થ્ય સાથે ચડા કરવામાં આવતાં હોવાનો અહેવાલ મળ્યા બાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સાયાજીગંજના કડકબજાર વિસ્તારમાં આવેલ ફરસાણની દુકાને દરોડા પાડી સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી.
આરોગ્ય વિભાગના અધિકારીઓએ ફરસાણની આ દુકાનમાં સિંગ તેલની ગુણવત્તાની તપાસ કરવામાં આવી હતી. જેના કારણે ભેળસેળિયા તત્વોમાં ભારે તડફડાટ મચવા પામ્યો છે. ફુડ ઈન્સપેક્ટરના જણાવ્યા મુજબ ટીપીસી મશીન દ્વારા તેલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. વેપારીઓ દ્વારા વપરાસમાં લેવાતા કપાસિયા અને પેમોલિયન તેલના ટીપીસી (ટોટલ પોલાર કમ્પાઉન્ડ)ની ચકાસણી કરવામાં આવી હતી. જણાવી દઈએ કે ટોટલ પોલાર કાઉન્ટની ચકાસણી કર્યા બાદ જ તેલ વપરાશમાં લેવા લાયક છે કે નહિ તે નક્કી કરી શકાય છે.
ફૂડ ઈન્સપેક્ટરે કહ્યું કે આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા કડકબજારમાં ફરસાણની દુકાનો પર કપાસિયા અને પેમોલિયન તેલનું ટીપીસી ચકાશવામાં આવ્યું. જો કોઈપણ તેલમાં 25 કરતાં વધારે ટીપીસી આવે તો તે તેલ ખાવા લાયક નથી હતું. આરોગ્ય વિભાગના આ દરોડાના કારણે ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે.
બિહાર બાદ ઝારખંડમાં ઓવૈસીની દસ્તક, 7 સીટ પર મહાગઠબંધનની ગેમ બગાડી શકે