For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કંઇક આ રીતે ઘડાયો છે ભાજપનો ચૂંટણી ઢંઢેરો 2012

|
Google Oneindia Gujarati News

narendra modi
અન્ય નેતાઓથી અલગ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણીને લોકશાહીનો મોટો ઉત્સવ ગણાવે છે, જેમાં લોકો સુધી પહોંચી તેમના આદેશ મેળવવાનો સમાવેશ થાય છે. મોદીના મત પ્રમાણે ચૂંટણી સામાન્ય માણસ સાથે તાદાત્મ્ય સાધવાની એક રાજનૈતિક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દરમિયાન નેતાઓ સક્રિય થાય છે અને સામાન્ય માણસને સારી રીતે સમજી શકે છે, આમ કરતા કરતા લોકોમાં શિક્ષણ અને જાગૃકતા આવે છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવેલ ચૂંટણી ઢંઢેરામાં મૂળભૂત વિકાસની કાર્યસૂચિ થકી નરેન્દ્ર મોદી જે કરવા માગે છે તેની દૃઢ પ્રતિતિ થાય છે. તેમણે વિકાસાત્મક બાબતને તેમના ચૂંટણી ઢંઢેરામાં કેન્દ્રસ્થાને મૂકી છે. તેમનો ચૂંટણી ઢંઢેરો અને તેની પૂર્વવર્તી મુસદ્દાની પ્રક્રિયા ભાજપ અને તેના નેતાઓ માટે મૂલ્ય, લક્ષ્ય અને એક નવી વિચારધારા આપે છે.

નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2012ના ચૂંટણી ઢંઢેરા થકી તેમની ગર્વંતી ગુજરાત નિર્માણની મહત્વકાંક્ષાને પ્રસારીત કરવા માગે છે. જે તેમને 6 કરોડ ગુજરાતી ભાઇ-બહેનોને સાથે લઇને વ્યુહાત્મક લક્ષ્ય નિર્માણ માટે એક માધ્યમ પૂરુ પાડે છે. તેમજ આ ચૂંટણી ઢંઢેરા થકી તેઓ નક્કી કરી શકે છે કે પોતાના રાજ્ય ગુજરાતને આવનારા વર્ષોમાં ક્યાં અને કેવી હાલતમાં જોવા માગે છે.

આધિકારીક ડ્રાફ્ટિંગ કમિટિએ આ માટે તેમાં એક જગ્યા પહેલેથી જ રાખી હતી, અને ખુબ જ સ્પષ્ટ મેન્ડેટ રજૂ કર્યું. પહેલા માર્ગદર્શક સિદ્દાંતો પહેલા ચર્ચવામાં આવ્યા હતા, બાદમાં તેને સર્વાનુમતે બહાર પડાયું હતું. આ સમગ્ર પ્રક્રિયાને મદદ કરવા માટે વિવિધ સ્તરની એક ખાસ પ્રકારની ટીમ સાથે એક સહાયક ઇકો સિસ્ટમ સેટ કરવામાં આવી હતી.

ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવાની પ્રક્રિયાની મહત્વની અને ખાસ વાત એ છે કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ખુદ તેમાં સામેલ હતા. ઘણાબધા બ્રેઇનસ્ટ્રોમિંગ સેશન મોદીની આગેવાની હેઠળ કરાયા હતા. સમીક્ષાઓ, ફાઇન-ટ્યુનીંગ, મોટી વિગતોની નાની નાની કસોટીઓ, અને ઘણાબધા વિચાર-વિમર્શ બાદ જઇને ચૂંટણી ઢંઢેરાને અંતિમ ઓપ આપવામા આવ્યો.

એ વાતમાં જરા પણ શંકા નથી કે ઢંઢેરાને રાજકીય હેતુસર બનવવામાં આવ્યો નથી, પરંતુ તે એક ગૌરવપૂર્ણ વચનો છે જે લોકોને સમપ્રિત છે- જેને મોદી સલંકલ્પ પત્ર કહેવાનું પસંદ કરે છે. વ્યાપક સહયોગી, સંલગ્ન પ્રક્રિયા તથા રાષ્ટ્ર અને વિશ્વભરની નવીનતા થકી સંકલ્પ પત્રને શ્રેષ્ઠ આદર સાથે તૈયાર કરવામાં આવ્યું છે.

વિવિધ રાજ્યો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચૂંટણીઓ માટેના વિવિધ પાર્ટીઓના ઢંઢેરાઓનો અભ્યાસ કરવામાં આવ્યો. રાજકીય સંગઠનો, ઔદ્યોગિક પાંખ, શિક્ષણીક સંસ્થાઓ વગેરેના સૂચનોને ધ્યાનમાં રાખીને ભારતના તમામ રાજ્યોમાંથી આ નીતિની પહેલ કરવામાં આવી.

મહત્વની વસ્તુ એ છે કે લોકોની ઇચ્છા અને આકાંક્ષાઓને સમજવા માટે મૂળિયા સુધી જવા માટેના સૂચનો સંગઠનને આપવામાં આવ્યા. મોદીનો ઢંઢેરો લોકોનો ઢંઢેરો હતો. જેમાં તેમના અવાજને મૂળભૂત આકાર આપવામાં આવ્યો હતો. લોકોને મોદીમાં વિશ્વાસ છે જેનો આદાર રાખીને અને તેમના સૂચનોને ધ્યાનમાં રાખીને ઢંઢેરો તૈયાર કરવામાં આવ્યો હતો. આ આમે છ મહિના પહેલાંથી જ ખાસ ટીમને કામે લગાવી દેવામાં આવી હતી. રસપ્રદ વાત એ હતી કે દરેક સૂચન અને વિચારોમાં મુખ્યમંત્રીએ જાતે અંગત રસ દાખવ્યો હતો.

ભાજપ લોકોના વિશ્વાસ સાથે ઉભુ રહેશે જેમાં અર્ધ સત્ય અને ખોટો પ્રચાર ના હોય. મોદી એ વાતને લઇને એકદમ સ્પષ્ટ હતા કે તેમના ઢંઢેરમાં પાયાની જરૂરિયાતો પર ધ્યાન અપાયું હોય. ઢંઢેરામાં જરૂર હતી વાસ્તવિકતા, અમલી અને રાજવિત્તીય જવાબદાર, લાંબા ગાળાનો, સશક્ત પ્રગતિની. ઢંઢેરા અંગે એ વાત સ્પષ્ટ હતી કે તે દરકે ક્ષેત્રે સરખા પ્રમાણમાં અસકારક હોય તેવી વ્હૂવહાત્મક ચોક્કસ યોજના હતી, તેમજ ગુણવત્તાયુક્ત પરિણામ અને અસર પર પણ ધ્યાન આપવામાં આવ્યું હતું. એક એવા વિકાસ મોડલને ઉભૂ કરવાનો વિચાર હતો કે જે જનભાગીદારી પર આધારિત હોય, જેમાં દરેક નાગરીક ઉત્સાહિત રીતે ભાગ લઇ રહ્યો હોય.

સરકારની ભૂમિકા વધુમાં વધું સંચાલનની રહે અને ઓછામાં ઓછી સરકારની રહે તે વાત પર ધ્યાન આપવામાં આવ્યું છે. જે માટે તમામ ક્ષેત્ર, સિસ્ટમ પાસેથી એક શક્ય તેટલું સારું મેકેનિઝમ તૈયાર કરાવ્યું હતું. એથી પણ વધુ વિકાસની નવી ગાથા લખવા માટે છેલ્લા 11 વર્ષમાં થયેલા વિકાસકામો અને સિદ્ધિઓને ધ્યાનમાં રાખીને આ વખતના ઢંઢેરાનો તૈયાર કરવામાં આવ્યો છે.

English summary
Chief Minister himself was deeply involved, personally guiding the entire process. Multiple brainstorming sessions were held under Modi’s personal supervision right through – reviewing and fine-tuning to the minutest of detail, as the ideas metamorphised into the final vision!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X