બાઇક ઉછળી અને સળિયો ગળામાં ઘૂસ્યો છતાં થયો બચાવ

દીવના કોડીનારમાં પેલી કહેવત સાર્થક થઈ હતી કે રામ રાખે તેને કોણ ચાખે. બે દિવસ અગાઉ દીવમાં ડબલ સવારી જઈ રહેલા મિતેષ સોલંકી નામનો યુવાન તેનું બાઇક સ્લીપ થતા ...

દીવના કોડીનારમાં પેલી કહેવત સાર્થક થઈ હતી કે રામ રાખે તેને કોણ ચાખે. બે દિવસ અગાઉ દીવમાં ડબલ સવારી જઈ રહેલા મિતેષ સોલંકી નામનો યુવાન તેનું બાઇક સ્લીપ થતા બાજુમાં આવેલા ગાંધીપરા સર્કલ પાસે બાઇક સ્લીપ થઇ જતાં મિતેષનું માથું એવી રીતે ફસાઈ ગયુ કે તેના ગળાના ભાગે સર્કલનો અણીદાર સળિયો ઘૂસી ગયો હતો.

bike

જોકે સદનસીબે આ સળિયો થોડો બાજુના ભાગે ઘૂસતા મિતેષ બચી ગયો છે. આ ઘટના બાદ તુરંત જ મિતષને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જો કે સરકારી ડોકટરોએ મિતેષને પ્રથામિક સારવાર જ આપી હતી અને તેને કોડીનારની અંબૂજા હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. અહીં સારવાર બાદ હવે મિતેષની હાલત સ્થિર છે. તે મોતના મુખમાંથી બચીને આવ્યો હોવાથી પરિવારજનોમાં પણ રાહત વ્યાપી છે. જોકે મિતેષનો આ ફોટો ગુજરાતમાં ઘણો વાઇરલ થયો હતો અને વોટ્સએપ ગ્રુપ વગેરેમાં પહેલા તો આ ફોટાને ફેક પિક જ જણાવવામાં આવ્યો હતો. જો કે આ ઘટના સાચી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X