મહિલા સુરક્ષાને લઇન ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓ સાથએ કરી બેઠક
મહિલા સુરક્ષા સેતુ અંતર્ગત મહિલાઓની સુરક્ષા, ઉત્થાન અને સશક્તિકરણ માટે વિવિધ પ્રકલ્પો ચલાવવામાં આવે છે. આ દિશામાં ભવિષ્યમાં વધુ સારી રીતે પરિણામલક્ષી કાર્ય કરી શકાય તે હેતુથી ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં પોલી
મહિલા સુરક્ષા સેતુ અંતર્ગત મહિલાઓની સુરક્ષા, ઉત્થાન અને સશક્તિકરણ માટે વિવિધ પ્રકલ્પો ચલાવવામાં આવે છે. આ દિશામાં ભવિષ્યમાં વધુ સારી રીતે પરિણામલક્ષી કાર્ય કરી શકાય તે હેતુથી ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.

ગુજરાત દેશભરમાં સુરક્ષાના વિષયમાં સૌથી અગ્રેસર છે.ખાસ કરીને મહિલાઓ અને સિનિયર સિટિઝનની સલામતી બાબતે પોલીસ તંત્ર દ્વાર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. મહિલા સુરક્ષા સેતુ અંતર્ગત મહિલાઓની સુરક્ષા, ઉત્થાન અને સશક્તિકરણ અંગે વિવિધ પ્રકલ્પો ચલાવવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ભવિષ્યમાં વધુ સચોટ રીતે મહિલાઓ અને સિનિયર સિટિઝનની સુરક્ષાની સાથે સંવેદનશીલતાથી તેમના સુરક્ષીત ભવિષ્ય અંગે કાર્ય થઈ શકે તે માટે ગૃહમંત્રી ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિમર્શ કર્યો હતો.
કેટલાક આયોજનો અને પ્રકલ્પોના સજેશન પર ચર્ચા બાદ ભવિષ્યમાં તેમના સુનિયોજીત અમલીકરણ માટે સરકાર સકારાત્મક છે અને મહિલા તેમજ સિનિયર સિટિઝનની સલામતી હંમેશા અગ્રસ્થાને રહેશે તેવું શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. આ અંગે જરૂર જણાય તો નિતિ વિષયક નિર્ણયો પણ લેવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતું.












Click it and Unblock the Notifications
