છોટાઉદેપુરમાં જળશક્તિ અભિયાનના નોડલ અધિકારીએ સ્થળ નિરિક્ષણ કર્યુ!
છોટાઉદેપુર જિલ્લામાં જળ શક્તિ અભિયાન અંતર્ગત કરવામાં આવી રહેલી કામગીરીનું મુલ્યાંકન કરવા કેન્દ્રીય નાયબ સચિવ એલેકસ થોમસ જિલ્લાના નોડલ અધિકારી તરીકે મુલાકાત કરી હતી.
છોટાઉદેપુર જિલ્લામાં જળ શક્તિ અભિયાન અંતર્ગત કરવામાં આવી રહેલી કામગીરીનું મુલ્યાંકન કરવા કેન્દ્રીય નાયબ સચિવ એલેકસ થોમસ જિલ્લાના નોડલ અધિકારી તરીકે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરવાની સાથે સ્થળ પર ચાલતી કામગીરીનું જાત નિરિક્ષણ પણ કર્યુ હતું.

નોડલ અધિકારી થોમસે છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનના વીડીયો કોન્ફરન્સ હોલમાં જળશક્તિ અભિયાન સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કર્યા બાદ જળશક્તિ અભિયાન અંતર્ગત જિલ્લામાં કરવામાં આવેલી કામગીરીના નિરીક્ષણ માટે ગયા હતા.
આ દરમિયાન તેમણે છોટાઉદેપુર તાલુકાના ગાંઠિયા ગામે બનાવવામાં આવેલા તળાવનું નરીક્ષણ કર્યું હતું. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે તળાવની કામગીરીની માહિતી મેળવી હતી. આ ઉપરાંત તળાવ બનવાથી ગામલોકોને થયેલા ફાયદાઓ અંગે પણ તેમણે માહિતી મેળવી હતી. ગાંઠીયા બાદ નોડલ અધિકારી અને તેમની ટીમ પાનવડ ખાતે જિલ્લા પંચાયત, સિંચાઇ વિભાગ દ્વારા ઉંડા કરવામાં આવેલા તળાવની મુલાકાત લીધી હતી. પાનવડ ખાતે પણ તેમણે ઉપસ્થિત સરપંચ સાથે વાતચિત કરી તળાવના પાણીના ઉપયોગ અંગે માહિતી મેળવી હતી. સરપંચે તળાવના પાણીના ઉપયોગ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આજુબાજુના ખેડૂતો આ તળાવના પાણીનો સિંચાઇ માટે ઉપયોગ કરે છે જેનાથી તેઓ રવિ સિઝનમાં સિઝન અનુસાર પાક લે છે એમ જણાવ્યું હતું.
ગાંઠિયા ગામે મીડીયાકર્મીઓ સાથે વાત કરતાં નોડલ અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયત અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખૂબ સરસ કામગીરી કરવામાં આવી છે. આ તળાવ ચાલીસ ફુટ ઉંડું છે. ઉનાળામાં પણ આ તળાવમાં ત્રીસેક ફુટ જેટલું પાણી રહે છે જેનાથી ગામલોકોને પાણીની તકલીફ પડતી નથી. ખેડૂતોને સિંચાઇનું પાણી મળી રહે છે. પશુપાલકોને તેમના પશુઓ માટે પણ પુરતું પાણી ઉપલબ્ધ થાય છે તેમજ જંગલી પશુઓ, પક્ષીઓને પણ પાણી મળી રહે છે. સૌથી મોટી વાત એ છે કે, તળાવ બનાવથી ભૂગર્ભ જળસપાટી પણ ઉપર આવી છે એમ જણાવી તેમણે જલશક્તિ અભિયાન અંતર્ગત જિલ્લામાં થયેલી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.












Click it and Unblock the Notifications
