Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેનું નોટિફિકેશન જાહેર
Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત થઇ ચૂકી છે. ચૂંટણીપંચે 3 નવેમ્બરના રોજ એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે.
Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત થઇ ચૂકી છે. ચૂંટણીપંચે 3 નવેમ્બરના રોજ એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેની નોટિફિકેશન જાહેર કવરવામાં આવી છે.

8 ડિસેમ્બરના રોજ જાહેર થશે ચૂંટણીના પરિણામો
ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. 8મી ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થશે. હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ તે જ દિવસે જાહેર કરવામાં આવશે.

ચાર કરોડ 90 લાખ 89 હજાર 765 મતદારો મતદાન કરશે
કમિશને જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 18 ફેબ્રુઆરી, 2023ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આ વખતે રાજ્યમાં કુલ ચાર કરોડ 90 લાખ 89 હજાર 765 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આ મતદારોમાં બે કરોડ 53 લાખથી વધુ પુરુષો છે, જ્યારે 2 કરોડ 37 લાખથી વધુ મહિલાઓ છે.

51 હજાર 782 મતદાન મથકો
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, આ વખતે રાજ્યમાં 51 હજાર 782 મતદાન મથકો અને 142 મોડેલ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. તેમણે માહિતી આપી હતી કે, 182 મતદાન મથકો દિવ્યાંગો માટે અને 1274 મહિલાઓ માટે બનાવવામાં આવ્યા છે.

ત્રણ લાખ 24 હજાર 422 નવા મતદારો
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ વખતે રાજ્યમાં ત્રણ લાખ 24 હજાર 422 મતદારો પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ વખતે 50 ટકા મતદાન મથકોમાં વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવશે. રાજ્યના 1274 મતદાન મથકો પર માત્ર મહિલાઓને જ તૈનાત કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
