PSP પ્રોજેક્ટને ગુજરાતમાંથી 159 કરોડના વર્ક ઓર્ડર મળ્યા
PSP પ્રોજેક્ટને ગુજરાતમાંથી કુલ 158.61 કરોડના ઓર્ડર મળ્યા છે. આ પ્રોજેક્ટમાં કંપની ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને પ્લમ્બિંગના કામમાં જોડાશે.
BSE અનુસાર, આ કંપની પ્રોજેક્ટમાં સૌથી ઓછી બિડર તરીકે ઉભરી આવી છે. 158.61 કરોડની કિંમત સાથે તે સૌથી આગળ રહી છે. આ કિંમતમાં જીએસટી સામેલ નથી.

આ ઓર્ડર સાથે 2023-24 માટે સૌથી ઓછી બોલી લગાવનાર પ્રોજેક્ટની કિંમત 1,222.47 કરોડ છે, જે વર્તમાન નાણાકીય વર્ષ માટેના 1,060.30 કરોડના હાલ સુધીના વર્ક ઓર્ડર ઉપરાંતનું છે.
PSP પ્રોજેક્ટ ભારતમાં ઔદ્યોગિક, સંસ્થાકીય, સરકારી, સરકારી રહેણાંક અને રહેણાંક પ્રોજેક્ટમાં બાંધકામ અને સંલગ્ન સેવાઓ ઓફર કરતી કંપની છે.












Click it and Unblock the Notifications
