સોમનાથ મંદિર આજથી સવારે 6થી રાતે 10 વાગ્યા સુધી રહેશે ખુલ્લુ, ચાલતા ચાલતા કરી શકાશે દર્શન
કોરોના કેસોમાં ઘટાડાના પગલે રાજ્યના મંદિરોમાં પણ પ્રતિબંધો હટાવાઈ રહ્યા છે. જે મુજબ સોમનાથ મંદિરમાં દર્શન માટેના સમય વધારી દેવામાં આવ્યો છે.
કોરોના વાયરસની બીજી લહેર ઓછી થતા રાજ્ય સરકાર ધીમે ધીમે પ્રતિબંધો હટાવી રહી છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં માત્ર 5 નવા કેસ નોંધાયા હતા અને સૌથી વધુ પ્રભાવિત સુરતમાં 7 કેસ નોંધવામાં આવ્યા હતા. કોરોના કેસોમાં ઘટાડાના પગલે રાજ્યના મંદિરોમાં પણ પ્રતિબંધો હટાવાઈ રહ્યા છે. જે મુજબ સોમનાથ મંદિરમાં દર્શન માટેના સમય વધારી દેવામાં આવ્યો છે. કોરોના ગાઈડલાઈન મુજબ સોમનાથ મંદિર આજે 17 જુલાઈથી સવારે 6 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે.

સોમનાથ મંદિરમાં આરતી અને દર્શન માટે પણ ભક્તોને પ્રવેશ આપવામાં આવશે. દર્શનાર્થીઓને સવાર, બપોર અને સાંજની આરતીમાં મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે પરંતુ ભક્તોએ કોરોના ગાઈડલાઈનનુ ચુસ્તપણે પાલન કરવાનુ રહશે. કોઈ પણ ભક્ત મંદિરમાં ઉભા નહિ રહી શકે લાઈનમાં ચાલતા ચાલતા જ સોમનાથ ભગવાનના દર્શન કરવાના રહેશે. દર્શન માટેના પાસ ઑનલાઈન અથવા ઑફલાઈન મેળવીને જ દર્શન માટે જઈ શકાશે. આ ઉપરાંત કોવિડ-19ની ગાઈડલાઈનનુ સંપૂર્ણપણે પાલન કરવાનુ રહેશે. માસ્ક ફરજિયાત પહેરવાનુ રહેશે.
સૌરાષ્ટ્રનુ પ્રખ્યાત વિરપુરનુ જલારામ મંદિર પણ આજથી દર્શન માટે ખુલી રહ્યુ છે. જો કે અહીં સવારે અને સાંજની આરતીમાં ભક્તોને પ્રવેશ મળશે નહિ. જલારામ મંદિરમાં દર્શનનો સમય સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી અને બપોરે 3 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી રહેશે. દર્શન માટે ટોકનની વ્યવસ્થા કરવામાં આવી છે. ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટંસીંગનુ ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે.












Click it and Unblock the Notifications
