મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર અને ઇન્ડિયન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સેમિકન્ડક્ટર એસોસિએશન વચ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાતના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે ઇન્ડિયન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ સેમીકન્ડક્ટર એસોસિએશન IESA સાથે ગાંધીનગરમાં MOU સંપન્ન કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગાંધીનગરમાં યોજાઈ રહેલી સેમીકોન ઇન્ડિયા-2023 ત્રિદિવસીય કોન્ફરન્સમાં ભાગ લઈ રહેલા અગ્રણી ઉદ્યોગ જૂથોને ગુજરાતમાં ભવિષ્યમાં તેમના એકમોની સ્થાપના માટે IESA સહાયક બની રહે તેવા હેતુથી આ MOU થયેલા છે.
ગુજરાતને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ એન્ડ ડિઝાઈનનું નેશનલ હબ બનાવવા સાથે સેમીકન્ડક્ટર સેક્ટર માટે એક આખી વાઈબ્રન્ટ ઇકોસિસ્ટમ રાજ્યમાં ઉભી કરવામાં IESA રાજ્ય સરકારના ધી ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન GSEMને ગાઈડન્સ એન્ડ સપોર્ટ પૂરાં પાડશે.એટલું જ નહીં, ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન અને ઇન્વેસ્ટર્સ આઉટરિચ માટે પણ GSEMને IESA માર્ગદર્શન આપશે.
રાજ્ય સરકાર વતી આ MOU પર GSEMના મિશન ડિરેક્ટર કરી વિદેહ ખરેએ તથા IESA વતી પ્રેસિડેન્ટ કે. ક્રિષ્નામૂર્થિએ હસ્તાક્ષર કરીને પરસ્પર આપ-લે કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને સેમીકન્ડક્ટર સેક્ટરમાં ગ્લોબલ પ્લેયર બનવામાં આ MOU ઉપયુક્ત બનશે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે IESA ભારતના સેમીકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ઉદ્યોગોની વૃદ્ધિ કરવા માટે કાર્યરત છે. ભારતમાં આ ક્ષેત્રે કરવામાં આવતા મહત્ત્વના સેમિનાર, કોન્ફરન્સના આયોજનમાં IESA પાર્ટનર પણ હોય છે. IESA એ ESDM અને ઇન્ટેલિજન્ટ ઇલેક્ટ્રોનિક્સ માટે દેશની અગ્રણી ઉદ્યોગ સંસ્થા છે.
આ MOU સાઈનિંગ વેળાએ મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, સાયન્સ એન્ડ ટેક્નોલોજી સચિવ વિજય નેહરા તેમજ IESA તરફથી વાઈસ પ્રેસિડેન્ટ કર્નલ અનુરાગ અવસ્થી, એડવાઈઝર વિવેક ત્યાગી અને એક્ઝીક્યુટિવ કમિટિ મેમ્બર અશોક મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
