For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્ય સરકાર લાભ પાંચમથી 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરશે!

રાજ્ય સરકાર દિવાળી બાદ લાભ પાંચમથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવા જઈ રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર : રાજ્ય સરકાર દિવાળી બાદ લાભ પાંચમથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવા જઈ રહી છે.
પ્રવક્ત મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ૨૦૨૨-૨૩માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ૨૯ ઓકટોબર એટલે કે લાભપાંચમથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવાનો રાજ્ય સરકારે ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય કર્યો છે. રાજયના ખેડૂતો પાસેથી છેલ્લા એક વર્ષમાં ૩૬૪૬ કરોડની મગફળી, તુવેર અને ચણાની ટેકાના ભાવે ખરીદી કરાઈ છે. જયારે છેલ્લા પાંચ વર્ષમાં ૨૪ લાખ ખેડૂતો પાસેથી ૨૨,૫૯૬ કરોડ મૂલ્યની વિવિધ જણસોની ખરીદી કરાઈ છે.

 crops

જીતુ વાઘાણીએ ઉમેર્યું કે, રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે વિવિધ જણસીઓ સત્વરે ખરીદવા અને ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સઘન આયોજન કરવામાં આવી રહ્યું છે.

તેમણે ઉમેર્યું કે, વર્ષ ૨૦૨૧-૨૨ માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ટેકાના ભાવે ખરીદી ખરીદી કરાઈ છે, જેમાં મગફળીની ખરીદી માટે કુલ ૨,૬૫,૫૫૮ ખેડૂતોએ નોંધણી કરાવી હતી. જે પૈકી કુલ ૪૯,૮૯૯ ખેડૂતોએ લાભ લીધો હતો. લાભાર્થી ખેડૂતો પાસેથી કુલ ૫૫૮.૫૩ કરોડ મૂલ્યના ૯૫,૨૩૦ મે.ટન મગફળીના જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. જયારે ખરીફ વર્ષ ૨૦૨૧-૨૨માં ટેકાના ભાવે તુવેરની ખરીદી માટે કુલ ૧૮,૫૩૫ ખેડૂતોએ નોંધણી કરાવેલ હતી. જે પૈકી કુલ ૧૦,૨૮૮ ખેડૂતોએ લાભ લીધો હતો. લાભાર્થી ખેડૂતો પાસેથી કુલ ૧૨૬.૦૩ કરોડ મૂલ્યના ૨૦,૦૦૪ મેટ્રિક ટન તુવેરના જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે.

રવિ સિઝન દરમિયાન વર્ષ ૨૦૨૧-૨૨માં ચણાની ખરીદી માટે કુલ ૩,૩૮,૭૭૭ ખેડૂતોએ નોંધણી કરાવી હતી, જે પૈકી કુલ ૨,૮૩,૦૪૩ ખેડૂતોએ લાભ લીધો હતો. લાભાર્થી ખેડૂતો પાસેથી કુલ ૨૯૨૧.૬૦ કરોડ મૂલ્યના ૫,૫૮,૬૨૩ મે.ટન ચણાના જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. મગફળી, મગ, અડદ અને સોયાબિનની ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતોની નોંધણી ગ્રામ્ય કક્ષાએથી ઇ-ગ્રામ કેન્દ્રો પરથી VCE મારફતે ૨૫ સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવી છે. જે ૧૦ નવેમ્બર સુધી કરવામાં આવશે.

તેમણે ઉમેર્યુ કે, નોંધણી થયેલા ખેડૂતોને ક્રમાનુસાર SMS મોકલી અથવા ટેલીફોનીક જાણ કરવામાં આવશે. જાણ કરાયેલા ખેડૂતોએ નિયત ખરીદ કેન્દ્ર ખાતે પોતાની જણસીના ટેકાના ભાવે વેચાણ માટે હાજર રહેવાનું રહેશે. સોમવારથી શુક્રવાર દરમિયાન સંજોગોવસાત નિયત દિવસે હાજર ન રહી શક્યા હોય તેવા ખેડૂતોને શનિવારના દિવસે વેચાણ માટે તક આપવામાં આવશે. વેચાણ કરેલ જણસીનું ખેડૂતોને ચુકવણું સીધા ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના કુલ ૨૪ લાખ ખેડૂતો પાસેથી ૨૨,૫૯૬ કરોડના મૂલ્યના મગફળી, મગ, અડદ, તુવેર, ચણા, રાયડો અને કપાસના ૪૫.૧૩ લાખ મે.ટન જેટલા વિપુલ જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે.

English summary
The state government will buy crops at subsidized prices for 90 days!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X