રાજ્ય સરકાર ઘઉં, બાજરી, જુવાર, રાગી અને મકાઇની ટેકાના ભાવે ખરીદી કરાશે, અહીં કરો રજીસ્ટ્રેશન

ઘઉં પકવતા ખેડૂતોના પાકના લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઓનલાઇન નોંધણી ફરજીયાત હોવાથી ખેડૂતોને સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરવાનો રહેશે.

ગાંધીનગર : રાજ્યમાં આ વર્ષે ઘઉ સહિતના પાકોનું મબલખ ઉત્પાદન થવાનો અંદાજ છે ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ખેડૂતોને સારા સમાચાર આપ્યા છે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે, રવી માર્કેટીંગ સીઝન 2023-24 માં ઘઉં, બાજરી, જુવાર, રાગી, મકાઇની ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ. દ્વારા લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરાશે઼. લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો 31 માર્ચ સુધી સુધી ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા ઓનલાઇન નોંધણી કરાવી શકશે.

msp

રાજ્ય સરકાર દ્વારા જણાવ્યા અનુસાર, નોંધણી માટે આધાર કાર્ડની નકલ, નવા ૭-૧૨, ૮-અ ની નકલ, નમુના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાક વાવ્યા અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડુતોએ તેમના નામના બેન્ક ખાતાની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ જેવા જરૂરી પુરાવા સાથે લાવવાના રહેશે.

ઘઉં પકવતા ખેડૂતોના પાકના લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઓનલાઇન નોંધણી ફરજીયાત હોવાથી ખેડૂતોને સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરવાનો રહેશે. ખરીદી સમયે ખેડુતે પોતાનુ આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડુત ખાતેદારના બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદમાં આવશે.

ખેડૂતોએ નોંધણી કરાવતી વખતે તમામ ડોકયુમેન્ટ યોગ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની ખાસ કાળજી રાખવી. ડોક્યુમેન્ટની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ થયાનું ધ્યાને આવશે તો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ નહી કરવામાં આવે. નોંધણી બાબતે કોઇ મુશકેલી જણાય તો હેલ્પલાઇન નંબર 8511171718 તથા 8511171719 ઉપર સંપર્ક કરવાનો રહેશે તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X