For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યમાં હવે ધોરણ 6 થી 8 ની શાળાઓ ફરીથી શરૂ કરવા તૈયારી!

રાજ્યમાં હવે કોરોનાની બીજી લહેર થમી ગઈ છે. કોરોનાની લહેર થમતા હવે રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર છુટછાટો આપવામાં આવી રહી છે. કોલેજો શરૂ કર્યા બાદ રાજ્યમાં તબક્કા વાર 8 માં ધોરણ ઉપરના તમામ વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

રાજ્યમાં હવે કોરોનાની બીજી લહેર થમી ગઈ છે. કોરોનાની લહેર થમતા હવે રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર છુટછાટો આપવામાં આવી રહી છે. કોલેજો શરૂ કર્યા બાદ રાજ્યમાં તબક્કા વાર 8 માં ધોરણ ઉપરના તમામ વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે. હવે રાજ્યમાં સરકાર 6 થી 8 ના ક્લાસ શરૂ કરવા તૈયારીઓ શરૂ કરાઈ છે.

school reopen

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે, તબક્કાવાર ક્લાસ શરૂ કરાશે, કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવશે. જે બાદ 6 થી 8 ધોરણના વર્ગો શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે રાજ્યમાં ધોરણ 12, કોલેજ અને ત્યારબાદ ધોરણ 9થી 11ના ક્લાસ 26 જુલાઈથી શરૂ કરવામાં આવ્યા છે. હવે ધોરણ 6થી 8ના વર્ગ શરૂ કરવા કવાયત શરૂ કરાઈ છે.

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા આજેે શાહિબાગ ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન વિતરણ કાર્યકમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ બાદ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, સરકારના સરકારનાં 5 વર્ષ પૂર્ણ થતાં 9 ઓગસ્ટ સુઘી ઉજવણી કરવામાં આવશે, એ બાદ કોર કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં ધોરણ 6થી 8ના વર્ગ શરૂ કરવામાં અંગે ચર્ચા કરાશે. આ ઉપરાંત ભૂપેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, 25 ટકા ફી માફીની જાહેરાત કરી છે. એ અંગે કેટલીક સ્કૂલ પાલન કરતી નથી, જેની ફરિયાદ મળી છે. આ ફરિયાદની તપાસ કરાશે. અને 25 ટકા ફી માફીનું પાલન કરાવાશે. રાજ્યમાં હાલ 15મી જુલાઇથી ધોરણ 12ના વર્ગો, પોલિટેક્નિક સંસ્થાઓ અને કોલેજો 50% કેપેસિટી સાથે વાલીઓની સંમતિથી શરૂ કરાઈ છે. વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રખાઈ છે. ત્યારબાદ 26મી જુલાઈથી 9 થી 11ના ક્લાસ શરૂ કરાયા છે.

રાજ્યમાં હાલ 9 ધોરણથી ઉપરના ક્લાસ શરૂ કરાયા છે ત્યારે સરકારે વાલીઓની સંમતિ ફરજીયાત કરી છે. શાળામાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓએ વાલીનું સંમતિપત્રક લાવવાનું ફરજિયાત કરાયું હતું. આ સાથે ઓનલાઈન એજ્યુકેશન પણ યથાવત્ રખાયુ છે. ઓફલાઈન વર્ગોમાં કોરોના ગાઈડલાઈનનું પાલન થાય એ પણ શિક્ષણ વિભાગે સુનિશ્ચિત કરાવવાનું રહેશે. કોર કમિટીના બેઠકમાં ઘટતા જતા કોવિડ કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈને શાળાના વર્ગો વગેરે રાબેતા મુજબ પૂર્વવત કરવા અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જે બાદ આ નિર્ણય લેવાયા હતા. હવે રાજ્ય સરકાર વધુ એક પગલુ આગળ વધી 6 થી 8 ના ક્લાશ શરૂ કરવા જઈ રહી છે.

English summary
The state is now preparing to resume standard 6 to 8 schools!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X