Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાજ્યમાં 138 તાલુકમાં મોસમનો કુલ સરેરાશ ૪૨ ટકાથી વધુ વરસાદ

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૪૨ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં સૌથી વધુ ૨૨ ઇંચ વરસાદ તથા રાજ્યના ૧૫ તાલુકાઓમાં ૮ ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના અન્ય ૧૨૩ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવા

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૪૨ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં સૌથી વધુ ૨૨ ઇંચ વરસાદ તથા રાજ્યના ૧૫ તાલુકાઓમાં ૮ ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના અન્ય ૧૨૩ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

RAIN
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧૨ જુલાઇ ૨૦૨૨ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન કચ્છ ઝોનમાં સૌથી વધુ ૭૫.૨૦ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૫૨.૩૮ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૩.૭૫ ટકા, પૂર્વ ગુજરાતમાં ૩૫.૮૬ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૨૩.૪૩ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત રાજ્યના ડેડીયાપાડામાં તાલુકામાં ૫૩૪ મિ.મી., તિલકવાડામાં ૫૦૮ મિ.મી., ઉમરપાડામાં ૪૨૭ મિ.મી, સાગબારામાં ૪૨૨ મિ.મી, કપરાડામાં ૪૦૧ મિ.મી, જાંબુઘોડામાં ૩૮૫ મિ.મી, ગરૂડેશ્વરમાં ૩૭૧ મિ.મી, નાંનોદમાં ૩૪૫ મિ.મી, ડાંગમાં ૩૨૩ મિ.મી, સુબીરમાં ૨૯૫ મિ.મી, ઘરમપુરમાં ૨૫૦ મિ.મી, ગોધરામાં ૨૪૨ મિ.મી, ઉચ્છલ ૨૩૪ મિ.મી, સોનગઢ ૨૧૯ મિ.મી, માંગરોળ (સુરત) ૨૦૪ મિ.મી, સંખેડા ૧૮૫ મિ.મી, ઉમરગામ ૧૮૪ મિ.મી, વઘઈ ૧૬૯ મિ.મી, નસવાડી ૧૬૫ મિ.મી, વાપી ૧૫૮ મિ.મી, વલસાડ ૧૪૩ મિ.મી, પારડી ૧૩૯ મિ.મી, બોડેલી ૧૩૬ મિ.મી, વાંસદા ૧૨૯ મિ.મી, જોડીયા ૧૨૦ મિ.મી, કોટડાસાંગાણી ૧૧૬ મિ.મી, ધ્રોલ ૧૧૫ મિ.મી, મહુવા અને નેત્રંગ ૧૧૧ મિ.મી, ડોલવણ અને વ્યારા ૧૦૮ મિ.મી, દાંતીવાડા ૧૦૬ મિ.મી, અને મુંદ્રા ૧૦૪ મિ.મી, એમ કુલ ૩૩ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
જયારે ડભોઈ તાલુકામાં ૯૮ મિ.મી, સોજીત્રા ૯૭ મિ.મી, ખેરગામ ૯૪ મિ.મી, માંડવી (સુરત) ૯૩ મિ.મી, વાલિયા ૯૨ મિ.મી, જામનગર અને રાજકોટ ૯૧ મિ.મી, લોધિકા ૮૯ મિ.મી, શહેરા ૮૮ મિ.મી, સિનોર ૮૬ મિ.મી, ઝઘડિયા ૮૫ મિ.મી, વાલોડ ૮૫ મિ.મી, તારાપુર અને લુણાવાડા ૮૪ મિ.મી, પલસાણા ૮૨ મિ.મી, સંજેલી ૮૦ મિ.મી, કરજણ ૮૯ મિ.મી, ભરૂચ ૭૭ મિ.મી, માંડવી (કચ્છ) અને લખપત ૭૫ મિ.મી, માળિયા મિયાંણા ૭૩ મિ.મી, ધનસુરા ૭૦ મિ.મી, પેટલાદ ૬૯ મિ.મી, અંકલેશ્વર અને ભાભર ૬૮ મિ.મી, ટંકારા અને રાધનપુર ૬૭ મિ.મી, વડોદરા ૬૬ મિ.મી, અબડાસા ૬૫ મિ.મી, સુરત શહેર અને પોશીના ૬૪ મિ.મી, ચૂડા ૬૩ મિ.મી, રાપર ૬૧ મિ.મી, ઓલપાડ, થાનગઢ અને વીજાપુર ૫૮ મિ.મી, છોટાઉદેપુર ૫૭ મિ.મી, ગોંડલ અને બોડેલી ૫૬, મિ.મી, કાલાવાડ અને ગિર ગઢડા ૫૫ મિ.મી, વાગરા અને વાઘોડિયા ૫૩ મિ.મી, ચીખલી, ગણદેવી, ખાંભા અને માંડલ ૫૨ મિ.મી, ઉના અને પ્રાંતિજ ૫૧ મિ.મી, જેતપુર પાવી અને બેચરાજી ૫૦ મિ.મી એમ કુલ ૫૧ તાલુકાઓમાં બે થી ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના ૧૬૧ જેટલા તાલુકાઓમાં બે ઈંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તારીખ ૧૨ જુલાઈના રોજ સવારે ૬.૦૦ કલાકથી બપોરના ૧૨.૦૦ કલાક દરમિયાન રાજ્યના ૨૬ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. જેમાં કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં ૧૬૭ મિ.મી, વાગરા તાલુકામાં ૧૬૧ મિ.મી એટલે કે ૬ ઇંચથી વધુ, ગાંધીધામ તાલુકામાં ૧૪૫ મિ.મી અને રાજકોટ તાલુકામાં ૧૧૫ મિ.મી એટલે કે ૪ થી ૫ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત અન્ય ૨૩ તાલુકામાં ૩ થી ૧ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X