જલ શક્તિ મંત્રાલયના કેન્દ્રીય સચિવે લીધી વહેલાલ ગામની મુલાકાત
કેન્દ્ર સરકારના જલ શક્તિ મંત્રાલયના સચિવ કુમારી વિની મહાજને અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના વહેલાલ ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યના પાણી પુરવઠા વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી તથા ગ્રામ વિકાસ કમિશનર મનીષા ચંદ્રા ઉપસ્થિત રહ્યાં હતા.
રાજ્યના સૌ પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ એવા ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, અમૃત સરોવર તેમજ જલજીવન મિશન અંતર્ગત પંચાયતના પીવાના પાણીના સ્ત્રોતની કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યાં હતા.

આ ઉપરાંત સચિવ વિની મહાજને પંચાયતના સરપંચ, પદાધિકારીઓ અને ગ્રામજનો સાથે બેઠક પણ યોજી હતી. આ બેઠકમાં પીવાના પાણીના સ્રોતો, સ્વચ્છતા, સોલીડ અને લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી અને માર્ગદર્શન આપ્યું હતું.
વધુમાં સચિવે ગ્રામ પંચાયતની કામગીરી બાબતે પણ પદાધિકારીઓ સાથે ઉંડાણપૂર્વક ચર્ચા કરી હતી. પંચાયતની કામગીરી જોઈ સચિવ તથા કમિશનરશ્રી અભિભૂત થયા હતા તથા જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન આપ્યા હતા.
આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક દેસાઈ, પ્રોજેક્ટ ડાયરેક્ટ પ્રદીપસિંહ, સ્વચ્છ ભારત મિશનના સ્પેશિયલ કમિશનર ડો.મનીષ બંસલ તથા પંચાયતના સભ્યો સહિતના લોકો હાજર રહ્યા હતા.












Click it and Unblock the Notifications
