હે ભગવાન! દેવભૂમિ દ્વારાકમાં મહાદેવ મંદિરમાંથી પૌરાણિક શિવલિંગ કોણ ઉઠાવી ગયુ? ગ્રામજનોમાં રોષ
મહાશિવરાત્રી નજીક છે અને હાલ ભગવાન શિવના દર્શન કરવા મંદિરોમાં લાઈનો લાગી છે ત્યારે દેવભૂમિ દ્વારકામાં મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ થયુ હોવાની ઘટના સામે આવી છે.
પૌરાણિક મહાદેવ મંદિરમાંથી કોઈ મહાદેવનું શિવલિંગ ઉઠાવી ગયું હોવાનું સામે આવતા જ સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. હર્ષદ દરિયાકાંઠે આવેલું ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ થયું હોવાનું સામે આવ્યું છે.

તસ્કરો શિવલિંગ કાઢીને દરિયા સુધી લઈ ગયા હોવાના પુરાવા મળ્યા છે. મંદિરમાંથી શિવલિંગ ગાયબ થતા શિવભક્તોની લાગણી દુભાઈ છે. પોલીસ દ્વારા મંદિર આસપાસના વિસ્તારને કોર્ડન કરાયો છે. DySP સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. શિવલીંગ ઉઠાવી લઈ જનાર શખ્સો અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
દોઢ વર્ષ પૂર્વે તે વિસ્તારમાં દરિયા કિનારે આવેલા ગેર કાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ત્યારે માત્ર આ મહાદેવનું એક મંદિર જ દરિયાકિનારે રહ્યું હતું. મંદિરમાંથી શિવલિંગ કાઢી જતા સ્થાનિકો સ્થળ પર પહોંચ્યા.
શિવલિંગ મંદિરમાંથી કાઢી જતા ભક્તોમાં રોષ જોવા મળ્યો છે. સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જો કે, શિવરાત્રી નજીક હોવાથી તસ્કરોનું આ પ્રકારનું કૃત્ય જોઈને ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે .












Click it and Unblock the Notifications
