બે વર્ષમાં જામનગર જિલ્લામાં 1272, ગાંધીનગર જિલ્લામાં 1124 અને કચ્છ જિલ્લાની 2852 પ્રાથમિક શાળામાં મૂલ્યાંકન કર

ગુણોત્સવ 2.0 અંતર્ગત રાજ્યની પ્રાથમિક શાળાઓનુ 61 જેટલા માપદંડના આધારે મૂલ્યાંકન કરી શાળાઓને એક્રેડીટેડ કરાય છે

રાજ્યના દરેક વાલીઓની આશા અને અપેક્ષા હોય છે કે, તેમના બાળકો ભણી-ગણીને પ્રથમ આવે. તેમની આ અપેક્ષાને પરિપૂર્ણ કરવાની કટિબદ્ધતા દાખવી તેમના ભણતરને સુધારવાની અને મૂલ્યાંકનની જવાબદારી રાજ્ય સરકારે ઉપાડી છે, તેમ શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડિંડોરે જણાવ્યું હતું.

GUJARAT ASSEMBLY

ગુણોત્સવ 2.0 અંતર્ગત શાળાઓના મૂલ્યાંકન અંગે વિધાનસભા ગૃહ ખાતે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા શિક્ષણ મંત્રી ડિંડોરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે વિવિધ 61 જેટલા માપદંડના આધારે મૂલ્યાંકન કરી શાળાઓને એક્રેડીટેડ કરવામાં આવે છે અને રિપોર્ટના આધારે શાળાઓમાં સુધારા માટે જરૂરી સૂચનો આપવામાં આવે છે.

તેમણે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં ગુણોત્સવ 2.0 અંતર્ગત છેલ્લા બે વર્ષમાં કુલ 1272 પ્રાથમિક શાળાઓ, ગાંધીનગર જિલ્લામાં 1124 શાળાઓ અને કચ્છ જિલ્લાની 2852 પ્રાથમિક શાળાના સર્વગ્રાહી મૂલ્યાંકનની કામગીરી ગત બે વર્ષમાં કરવામાં આવી છે.

મૂલ્યાંકન થયેલ તમામ શાળાઓને ગુણોત્સવ-૨ અંતર્ગત રીપોર્ટ કાર્ડ આપવામાં આવ્યા છે. જેમાં મુખ્યક્ષેત્ર અને પેટાક્ષેત્ર પ્રમાણે તેમની શાળાની સારી બાબતો અને શાળાની સુધારાત્મક બાબતો ઉપરાંત શાળાને પ્રાપ્ત થયેલ ગ્રેડ અને ટકા પણ દર્શાવવામાં આવે છે, તેમ તેમણે અંતમાં ઉમેર્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X