CM ભૂપેન્દ્ર પટેલ સહિત આ કેબિનેટ મંત્રીઓએ શપથ લીધા

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ આજે ભૂપેન્દ્ર પટેલ બીજી વાર રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ આજે ભૂપેન્દ્ર પટેલ બીજી વાર રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ સાથે કનુભાઈ મોહનલાલ દેસાઈ, ઋષિકેશ ગણેશભાઈ પટેલ, રાઘવજીભાઈ પટેલ અને બળવંત સિંહ રાજપુત પણ મંત્રી તરીકે શપથ કર્યા છે.

CM Bhupendra Patel

આ શપથ ગ્રહણ સમારંભ ગાંધીનગરમાં નવા સચિવાલય પાસે હેલીપેડ ગ્રાઉન્ડમાં યોજાઇ રહ્યો છે. આ શપથ ગ્રહણ સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોમાં 20 મુખ્યમંત્રીઓ હાજર રહ્યા છે. આ સાથે શપથ ગ્રહણ સમારંભમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને 10-15 કેબિનેટ મંત્રીઓ પણ સામેલ થયા છે.

7 ઓબીસી, 4 પટેલ, 1 SC, 2 ST, 1 જૈન, 1 બ્રાહ્મણ અને 1 ક્ષત્રિયને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાલમાં ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, રાઘવજી પટેલ, મૂળુભાઈ બેરા, પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાળળિયા, ભાનુબહેન બાબરીયા, કુબેર ડિંડોર, બળવંતસિંહ રાજપૂત અને બચુ ખાબડને ફોન કરવામાં આવ્યા હતા.

રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) માટે પરષોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ અને મુકેશ પટેલે શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે પ્રફુલ પાણસેરીયા, ભીખુસિંહજી પરમાર અને કુંવરજી હળપતીએ સપથ લીધા હતા. આ સાથે રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા સોંપવામાં આવતા તેમણે પણ શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે ડૉ. કુબેર ડીંડોર અને ભાનુબેન બાબરીયા એ પણ શપથ ગ્રહણ કર્યા છે.

1. ભૂપેન્દ્રભાઇ પટેલ - મુખ્યમંત્રી - ઘાટલોડિયા (અમદાવાદ શહેર)

કેબિનેટ મંત્રીઓ

1. કનુભાઈ દેસાઈ - પારડી (વલસાડ)

2. રૂષિકેશભાઈ પટેલ - વિસનગર (મહેસાણા)

3. રાધવજી પટેલ - જામનગર ગ્રામ્ય (જામનગર)

4. બળવંતસિંહ રાજપૂત - સિધ્ધપુર (પાટણ)

5. કુંવરજીભાઈ બાવળીયા - જસદણ (રાજકોટ)

6. મૂળુભાઈ બેરા - જામખંભાળિયા (દેવભૂમિ દ્વારકા)

7. ડૉ. કુબેરભાઈ ડિંડોર - સંતરામપુર (પંચમહાલ)

8. ભાનુબેન બાબરિયા - રાજકોટ ગ્રામ્ય

રાજ્યકક્ષા (સ્વતંત્ર હવાલો)

1. હર્ષ સંઘવી - મજૂરા (સુરત)

2. જગદીશભાઈ વિશ્વકર્મા - નિકોલ (અમદાવાદ)

રાજ્યકક્ષાના મંત્રીઓ
1. પરષોત્તમ સોલંકી - ભાવનગર ગ્રામ્ય

2. બચુભાઇ ખાબડ - દેવગઢ બારિયા

3. મુકેશભાઈ પટેલ - ઓલપાડ (સુરત)

4. પ્રફુલભાઈ પાનશેરિયા - કામરેજ (સુરત)

5. ભીખુસિંહ પરમાર - મોડાસા (અરવલ્લી)

6. કુંવરજી હળપતિ - માંડવી (સુરત)

ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં તેમના કેબિનેટ મંત્રીઓ સાથે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

ભાજપના ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં તેમના કેબિનેટ મંત્રીઓ સાથે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એચએમ અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, બીજેપી ચીફ જેપી નડ્ડા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી એસએસ ચૌહાણ સહિત બીજેપી મુખ્યમંત્રીઓએ હાજરી આપી હતી.

ગુજરાત કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા

ભાજપના નેતાઓ નરેશ પટેલ, બચુભાઈ ખાબડ અને પરષોત્તમ સોલંકીએ ગુજરાત કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા હતા.

ગુજરાત કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા

ભાજપના નેતાઓ હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્માએ ગુજરાત કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X