Bizarre : આ લોકોને વડાપાઉંએ આપ્યા 4.4 કરોડ, ખરેખરમાં

લંડનમાં સેટલ નોકરી અને લાઇફ હોવું મોટી વાત છે. પણ જ્યારે એક અચાનક જ આ તમામ વસ્તુઓ આ યુવકના જીવનમાંથી જતી રહી તો વડાપાઉં તેની લાઇફ બદલી દીધી. સુજય સોહાણી અને તેના મિત્રની લાઇફ કેવી રીતે એક વડાપાઉંએ બદલ

કહેવાય છે કે તમને કોઇ વસ્તુની કિંમત ત્યારે જ સમજાય છે જ્યારે તે તમારી જોડેથી હંમેશા માટે જતી રહે. આવું કંઇક થયું છે થયું લંડનના એક યુવાન જોડે. લંડનમાં સેટલ નોકરી અને લાઇફ હોવું મોટી વાત છે. પણ જ્યારે એક અચાનક જ આ તમામ વસ્તુઓ આ યુવકના જીવનમાંથી જતી રહી તો વડાપાઉં તેની લાઇફ બદલી દીધી. સુજય સોહાણી અને તેના મિત્રની લાઇફ કેવી રીતે એક વડાપાઉંએ બદલે વિગતવાર વાંચો અહીં...

મંદીએ છીણવી નોકરી

મંદીએ છીણવી નોકરી

આ વાતની શરૂઆત થાય છે વર્ષ 2010થી. જ્યારે વૈશ્વિક મંદીના કારણે લંડનમાં રહેતા સુજય સોહાણીને તેના બોસે એક મેસેજ લખીને પાંચ સ્ટાર હોટલની તેની નોકરીમાંથી નીકાળી દીધો. અચાનક જ નોકરીમાંથી નીકાળી દેવાથી સુજય દુખી થઇ ગયો. હવે તેની ખાવાના પણ ફાંફા હતા. તેણે તેના મિત્ર જોડેથી મદદ માંગી. સુજય કહ્યુ કે હવે તેની પાસે વડાપાઉં ખાઇને પણ જીવન નિર્વાહ ચલાવાય તેટલા પૈસા નથી. અને આ વાતથી બન્ને મિત્રોના એક વિચાર આવ્યો અને આ ચર્ચાએ તેમનું જીવન હંમેશા માટે બદલી દીધું.

વડાંપાઉની દુકાન લંડનમાં

વડાંપાઉની દુકાન લંડનમાં

સુજય અને તેના મિત્ર સુબોધ જોષી લંડનમાં જ વડાપાઉની દુકાન ખોલવાનું વિચાર્યું. આજે આ વાતની 7 જેટલા વર્ષ થયા છે. અને વડાપાઉંના તેમના આ વેપારે તેમનું જીવન જ બદલી દીધું છે. હાલ તેઓ લંડનમાં ખાલી વડાપાઉં વેચીને 4.39 કરોડનું વાર્ષિક ટર્નઓવર કમાય છે. આઇસક્રીમની દુકાનની થોડીક જગ્યા ભાડે લઇને આ બન્નેએ અહીં વડાપાઉં વેંચવાનું શરૂ કર્યું હતું. અને હવે તેમની પોતાની શોપ છે અને સારી એવી કમાણી.

શરૂઆત કેવી રહી

શરૂઆત કેવી રહી

પોતાના વેપારની શરૂઆત વિષે જણાવતા આ મિત્રોઓ કહ્યું કે પહેલા તેમણે તેમનો પ્રચાર પ્રસાર વધારવા ફ્રીમાં વડાપાઉં આપવાનું શરૂ કર્યું. અને પાછળથી બિગ બાઇટ નામના રેસ્ટોરન્ટ સાથે તેમની બિઝનેસ ડિલ થવાથી તેમણે દાબેલી અને વડાપાઉં વેચીને જોરદાર કમાણી કરવાનું શરૂ કર્યું.

3 દુકાનો

3 દુકાનો

હવે આ બન્ને મિત્રો પાસે લંડનમાં 3 દુકાનો છે જ્યાં 35 જેટલા લોકોને તે નોકરી આપી છે. અને 4.40 કરોડનું વાર્ષિક ટર્નઓવર કમાય છે. આમ જીવનની હાર અને જીવનની જીત બન્ને ટેસ્ટ માણવાનો અવસર આ મિત્રોના જીવનમાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X