રાષ્ટ્રપતિએ આ 2 અને રૂપાણીએ આ 1 ગુજરાતીને પ્રદાન કર્યા પદ્મ પુરસ્કાર

Subscribe to Oneindia News

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આજે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલ નાગરિક પ્રતિષ્ઠાપન સમારોહમાં પદ્મ પુરસ્કાર પ્રદાન ર્ક્યા હતા. મરણોપરાંત સુંદરલાલ પટવા, સદગુરુ જગદીશ વાસુદેવ અને ડૉ. કે. જે યેશુદાસને પદ્મ વિભુષણ પુરસ્કાર પ્રદાન કરાયા છે. પંડિત વિશ્વ મોહન ભટ્ટ, પ્રોફેસર ડો. દેવી પ્રસાદ દ્વિવેદી, ચો. એસ. રામાસ્વામી(મરણોપરાંત)ને પદ્મ ભુષણ પુરસ્કાર પ્રદાન કરાયા છે. જેમાં ક્રિકેટ, મનોરંજન, સાહિત્ય જેવા તમામ ક્ષેત્રોને આવરવામાં આવ્યા હતા. અને આ પુરસ્કાર સમારંભમાં બે ગુજરાતીઓને પણ આ એવોર્ડ સન્માનિત કરવામાં આવ્યો હતો.

gena bhai patel

મીસ એલી અહમદ, ગિરીશ ભારદ્વાજ, અશોક કુમાર ભટ્ટાચાર્ય(મરણોપરાંત), કૃષ્ણા રામ ચૌધરી, ડૉ. ત્રિપુરનેનિ હનુમાન ચૌધરી, ડૉ. સુબ્રોતો દાસ, દત્તાત્રેય નારાયણ ઉર્ફે આપ્પાસાહેબ ધર્માધિકારી, બલબીર દત્ત, બિપીન ગણાત્રા, તિલક ગીતાઈ, જિતેન્દ્ર નાથ ગોસ્વાની, વિકાસ શિવ ગૌડા, ડૉ. જિતેન્દ્ર હરિપાલ, સંજીવ સુરેન્દ્ર કપુર, દીપા કર્માકર, કૈલાશ ખૈર, અનુરાધા કોઈરાલા, સાક્ષી મલિક, ચિન્તારિન્દી મલ્લેશમ, સાધુ મેહેર, ડૉ. મુકુટ મિંજ, અરૂણા મહંતી, વિર્ખ બહાદુર સુબ્બા મુરિડ્લાલ, ટી. કે. મુર્તિ, કાશી નાથ પંડિત, દેવેન્દ્ર ડી. પટેલ, ગેનાભાઈ દરધાભાઈ પટેલ, પારશાલા બી પોન્નમ્માલ, એક્કા યાદગિરી રાવ, અજય કુમાર રાવ, હસમુખ શાહ, કંવલ સિબલ, ભાવના સૌમયા, મરિયય્ન ટી, ડૉ. હરિહર કૃપાલું ત્રિપાઠી અને ડૉ. મોહમ્મદ અબ્દુલ વહીદને પદ્મશ્રી એવોર્ડ પ્રદાન કરાયા હતા.

pranav

ભરૂચ ખાતે જૈન સમાજના એક કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી હસ્તે જૈનાચાર્ય વિજય રત્નસુંદરીશ્વરજી મહારાજને પદ્મ પુરસ્કાર પ્રદાન કર્યો હતો. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલ નાગરિક પ્રતિષ્ઠાપન સમારોહમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના હસ્તે આજે પદ્મ પ્રદાન કરાયા છે. જેમાં જૈનાચાર્ય વિજય રત્નસુંદરસુરિશ્વરજી મહારાજને પણ પદ્મ ભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. જો કે રત્નસુંદરસુરિશ્વરજી રાષ્ટ્રભવન ખાતે હાજર રહી શક્યા ન હતાં. જેથી ભરુચ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે તેમને પદ્મ ભૂષણ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો.

rupani

તો બીજી તરફ અનાર દાદા નામે ઓળખાતા ગુજરાતના ઓર્ગેનિક ખેતી કરતા દિવ્યાંગ ખેડૂત ગેનાભાઇ પટેલ અને ડૉ. હસમુખ આર શાહને રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાજરીમાં ભારતનો આ પ્રતિષ્ઠીત એવોર્ડ આપવામાં આવ્યો હતો. જે તમામ ગુજરાતી માટે ગર્વની વાત છે.

pranav
English summary
This two Gujarati get Padma Bhushan By President Pranab Mukherjee. Read who three Gujarati Awarded today by this award.
Please Wait while comments are loading...