સફાઇ કર્મીઓનું ઉગ્ર આંદોલન,3 મહિલાઓનો આત્મવિલોપનનો પ્રયાસ

Subscribe to Oneindia News

સુરેન્દ્રગર ના થાનગઢ નગરપાલિકામાં સફાઇ કામદારોને કાયમી કરવા પ્રશ્ને લાંબા સમયથી ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. પ્રશ્નની ચર્ચા થાન પાલિકાના જનરલ બોર્ડમાં ચાલતી હતી. આ દરમિયાન પાલિકાની કચેરીની ઓફિસમાં અચાનક જ ત્રણ મહિલાઓએ કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતા દોડધામ થઇ ગઇ હતી. થાનગઢમાં સફાઇ કર્મીઓના આંદોલને નવો જ વળાંક લેતા સત્તાધીશો અને કર્મીઓમાં ચિંતાની લાગણી ફેલાઇ છે.

strike

છેલ્લા 15 દિવસથી ચાલી રહી છે હડતાલ

છેલ્લા 15 દિવસથી સફાઇ કામદારો હડતાલ પર બેઠા હતા, જે સંદર્ભે નિયમ મુજબ 20 કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા હતા. પંરતુ તેમાં પણ અનામત હોવાથી 13 પુરૂષો અને 7 મહિલાઓને જ લેવાના હતા. આથી 20 પુરૂષોને લેતાં કલેક્ટરે ફેરફાર કરી 13 પુરૂષો અને 7 મહિલાઓને લેવાનો હુકમ કર્યો હતો. આથી બાકી રહી ગયેલા કર્મચારીઓમાં રોષ ફેલાયો હતો. ત્યારે કર્મીઓને કાયમી કરવાના પ્રશ્ને ઉપવાસ આંદોલનનો પ્રારંભ થયો હતો. જેમાં લોકોએ માંગણી કરી હતી કે એક સાથે બધાને કાયમી કરો અને અડધા કાયમીને રદ કરો. ત્યાર બાદ પાલિકામાં ઉપવાસ પર બેઠેલ કર્મચારીઓની માંગણીઓ અંગે ચર્ચા કરવામાં આવી.

આ દરમિયાન આમરણાંત ઉપવાસ પર બેઠેલ ત્રણ બેહનો થાન પાલિકા કચેરીમાં ધસી ગયા હતા. પાલિકાની ઓફિસમાં જઇ શરીરે કેરોસીન છાંટી આત્મદાહની પ્રયાસ કર્યો હતો. આસપાસ રહેલ સફાઇ કર્મીઓએ તેમને બચાવી લીધા હતા.

English summary
Three women sprayed kerosene try to suicide: Read here more.
Please Wait while comments are loading...