For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કચ્છમાં જીજ્ઞેશ મેવાણીની રેલી દરમિયાન તંત્રના શ્વાસ અદ્ધર

ભુજમાં સોમવારે હતી જીજ્ઞેશ મેવાણીની રેલીકડક સુરક્ષા વ્યવસ્થામાં નાગરિકોને ભોગવવી પડી હાલાકીઆ અંગે વધુ વાંચો અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

દલિત નેતા અને વડગામના ધારાસભ્ય ચૂંટણી બાદથી એક્શન મોડમાં જોવા મળી રહ્યાં છે. સોમવારે જીજ્ઞેશ મેવાણી ભુજમાં રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપવા નીકળ્યા હતા. ભુજના વંચિત સમાજના પ્રશ્નો ઉકેલ માટેનું આ આવેદન પત્ર હતું. આ દરમિયાન શહેરમાં સુરક્ષાના નામે સુરક્ષાદળો અને પોલીસનો જે કાફડ ખડકાયો હતો, એના પરથી સ્પષ્ટ હતું કે જીજ્ઞેશ મેવાણીની રેલીને કારણે તંત્ર ચિંતામાં મુકાયું હતું. જીજ્ઞેશ મેવાણી વ્હાય કેટેગરીની સુરક્ષા ધરાવતા હોવાથી કાયદો-વ્યવસ્થા અને ટ્રાફિક નિયમોની જાળવણી જરૂરી હતી. કચ્છના વિવિધ જિલ્લાઓમાં દલિતોની કેટલીક જમીનો પર અન્ય લોકો કબજો જમાવીને બેઠા છે એ સામે આવેદન પત્ર તૈયાર કરવામાં આવ્યું હતુ.

jignesh mevani

સોમવારે સવારે 11થી બપોરે 3 વાગ્યા દરમિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, આ માટે સવારે 9થી બપોરે 4 સુધી રસ્તાઓ બંધ રાખવામાં આવ્યા હતા. જો કે, રેલીમાં આવનારા લોકોને વાહનોની છૂટ આપવામાં આવી હતી. આ રેલીમાં જીજ્ઞેશ મેવાણી ઉપરાંત સ્થાનિક દલિત નેતાઓ અને કેટલાક કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યા હતા. સાથે જ એક વિશાળ જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ હાજર રહ્યાં હતા. જાહેરસભા બાદ સૂત્રોચ્ચાર કરતી રેલી જિલ્લા કલેક્ટરની કચેરીએ પહોંચી હતી અને કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું બંધ રસ્તાઓ અને કડક સુરક્ષા બંદોબસ્તને પરિણામે સામાન્ય નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી, જેને કારણે ઘણા લોકોએ તંત્ર સામે નારાગજી પણ વ્યક્ત કરી હતી.

English summary
Tight security in Bhuj on Monday due to Jignesh Mevani's rally.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X