For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના આર્કિટેક્ચર પ્રો. બાલકૃષ્ણ દોશીને રાજ્યપાલે આપી શ્રદ્ધઆંજલી

રાજ્યાલ આચાર્ય દેવવ્રત દ્વારા મતદાન દિવસે રાજભવનમાં કામ કરતા કર્મચારીઓ પાસે મતદાન કરવા માટે શપથ લેવડાવ્યા હતા. સાથે ગુજરાતના આર્કિટેક્ચર પ્રો. બાલકૃષ્ણને શ્રદ્ધાંજલી પણ પાઠવી હતી.

|
Google Oneindia Gujarati News

રાજ્યપાલ આચાર્ય દેવપ્રત દ્વારા મતદાન દિવસે શપથ લેવડાવ્યા હતા. ગુજરાત અને ભારતમાં સ્થાપત્યોના 'માસ્ટરપીસ' સર્જનાર જગવિખ્યાત આર્કિટેક્ટ પદ્મભૂષણ પ્રો. બાલકૃષ્ણભાઈ દોશીના નિધનથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.

ACHARAYA DEVVRAT

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ શ્રદ્ધાંજલિ અર્પતાં કહ્યું હતું કે, પ્રો. બાલકૃષ્ણભાઈ દોશીએ સ્થાપત્યના સર્જનની સાથોસાથ આર્કિટેક્ટના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ તૈયાર કરીને આશીર્વાદરૂપ કામ કર્યું છે. આર્કિટેક્ચરના ક્ષેત્રમાં વિશ્વનો સૌથી મહાન એવોર્ડ પ્રિટ્ઝર પુરસ્કાર મેળવનાર બાલકૃષ્ણભાઈ દોશીના નિધનથી ગુજરાત અને આર્કિટેક્ચરના ક્ષેત્રમાં ક્યારેય ન પુરી શકાય એવી ખોટ પડી છે.

ભારતીય ચૂંટણી પંચની સ્થાપનાનો દિવસ 'રાષ્ટ્રીય મતદાતા દિવસ' તરીકે ઉજવાય છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે રાજભવન પરિસરમાં શપથ લેવડાવ્યા હતા કે, "અમે ભારતના નાગરિકો લોકશાહીમાં પૂર્ણ શ્રદ્ધા સાથે શપથ લઈએ છીએ કે, અમે આપણા દેશની લોકશાહી પરંપરાની જાળવણી કરીશું તથા સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીની ગરિમાનું જતન કરતાં કરતાં નિર્ભિત થઈને ધર્મ-વર્ગ-જાતિ-સમુદાય-ભાષા કે કોઈપણ પ્રલોભનથી પ્રભાવિત થયા વિના તમામ ચૂંટણીઓમાં અમારા મતાધિકારનો અચૂક ઉપયોગ કરીશું."

English summary
Today India is celebrating 13th National Voter's Day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X