Gujarat Budget 2025: સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ 1999 કરોડની જોગવાઇ
Gujarat Budget 2025: આજે ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 3,70,250 કરોડનું ગુજરાત બજેટ રજૂ કર્યું છે. જેમાં બજેટમાં સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ 1999 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
"સેવા સેતુ" અંતર્ગત વિવિધ શહેરો અને ગામોમાં યોજાયેલ કાર્યક્રમોમાં નાગરિકોની ૩ કરોડ ૭ લાખથી વધારે અરજીઓનો તત્કાલ સ્થળ ઉપર નિકાલ થયેલ છે.

વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ, એ.ટી.વી.ટી અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતોના વિકાસના કામો માટે ₹૧૩૧૧ કરોડની જોગવાઇ.
એસ્પિરેશનલ બ્લોક્સ પ્રોગ્રામ અંતર્ગત ૧૦ જિલ્લાના ૧૩ તાલુકાઓમાં શિશુ મૃત્યુ દર, માતા મૃત્યુ દર, કુપોષણ અને એનિમિયા ઘટાડવા માટે પ્રતિ વર્ષ તાલુકાવાર ₹૧ કરોડ એમ કુલ ₹૧૩ કરોડની જોગવાઇ.












Click it and Unblock the Notifications
