• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો, શા માટે રાણી કી વાવ બની વર્લ્ડ હેરિટેજ સાઇટ

By Rakesh
|

કતારના દોહા ખાતે યોજાયેલી વિશ્વ હેરિટેજ કમિટિની બેઠકમાં ગુજરાતના પાટણ સ્થિત આવેલી રાણી કી વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સમાચાર આવતાની સાથે જ વિશ્વફલક પર માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ દેશનુ ગૌરવ વધ્યું છે. ગુજરાત વાવ એટલે કે જળ મંદિરોનો ખજાનો છે, એમાં બે મત નથી. આ વાતને અતિશયોક્તિ ન માનીએ તો ભારતમાં સૌથી વધું વાવનું નિર્માણ પૌરાણિક અને રાજા-રજવાડાના કાલખંડમાં ગુજરાતમાં કરવામાં આવ્યું હશે. ગુજરાતને દરેક ગામ અને શહેર કે પછી વિવિધ ભૂભાગોમાં આપણને ક્યાંકને ક્યાંક વાવનું નિર્માણ કરેલું જોવા મળી જશે.

આ પણ વાંચોઃ-ગુજરાતના પ્રવાસન સ્થળો

બેનમૂન કલા કારિગરી સાથે તૈયાર કરવામાં આવેલી આ વાવો ચોક્કસપણે પ્રવાસન આકર્ષણ સ્થળ બની જાય છે. જેનું જાગતું ઉદાહરણ વિશ્વ ધરોહર બનેલી રાણી કી વાવ છે. આજે જ્યારે રાણી કી વાવને વિશ્વ ધરોહર બનાવવામાં આવી છે, ત્યારે સ્વાભાવિક છેકે તેને વિશ્વ ધરોહર શા માટે બનાવવામાં આવી તે જાણવાની ઉત્સુકતા દરેક ગુજરાતીના મનમાં પ્રવર્તી હશે. પરંતુ રાણી કી વાવ અંગે માહિતી મેળવતા પહેલા આપણે ગુજરાતના જળ મંદિરો અંગેની કેટલીક આછેરી માહિતી મેળવી લઇએ.

આ પણ વાંચોઃ- પાટણ જિલ્લાના સમાચારો

એ વાતની સૌ કોઇ માહિતગાર છે કે ગુજરાતમાં એક સમય એવો હતો જ્યારે દૂકાળ ભરી સ્થિતિનું નિર્માણ અવાર નવાર થઇ જતું હતું. ગુજરાતના ઇતિહાસમાં ડોકિયુ કરીએ તો આપણને આ અંગેની અનેક માહિતીઓ મળશે. જેને ધ્યાનમાં રાખીને જે તે સમયના રાજા અને રજવાડાઓ દ્વારા પાણીનો સંગ્રહ કરવા માટે તળાવો અને વાવોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેથી આપત્તિકાળ દરમિયાન આ વાવોમાં સંગ્રહિત કરવામાં આવેલા પાણીનો ઉપયોગ કરી શકાય.

આ પણ વાંચોઃ રાણી કી વાવ બની વિશ્વ હેરિટેજ સાઇટ

વાવની ઉપયોગિતા

વાવની ઉપયોગિતા અંગે જાણીએ તો વાવનું મુખ્ય કાર્ય પાણી પુરવઠો પૂરો પાડવાનું હતું. ગુજરાતમાં વિષમ આબોહવા હોવાના કારણે વરસાદ ઘણો ઓછો પડતો હતો અને બહુ ઓછી માત્રામાં પાણી પુરવઠો મળતો હતો, કારણ કે વરસાદના પાણીથી છલકાયેલા નદી, નાળા, તળવોનું પાણી ઉનાળો આવતા-આવતા સુકાઇ જતુ હતું, તેથી વિકટભરી સ્થિતિને ખાળવા માટે વાવ અને કુવાઓની રચના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. વાવની ખાસિયત એ હતી કે તેમા પગદંડી બનાવવામાં આવતી હતી, જેથી પાણીનું સ્તર નીચે જતું રહે તો પણ પગદંડીનો ઉપયોગ કરીને વાવમાંથી પાણી બહાર કાઢવામાં આવતું હતું. તો ચાલો તસવીરો થકી જાણીએ વિશ્વ ધરોહર બનેલી રાણી કી વાવ અંગે.(તસવીરોઃ- ગુજરાત પ્રવાસનની વેબસાઇટ પરથી)

વિશ્વક્ષેત્રે પ્રસિદ્ધ

વિશ્વક્ષેત્રે પ્રસિદ્ધ

રાણી કી વાવ માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે અને તેની પાછળનું કારણ વાવની વિશાળતા, ભવ્યતા અને શિલ્પ-સ્થાપત્યનું જે બેનમૂન કામ કરવામાં આવ્યું છે, તે છે. રાણી કી વાવની લાક્ષણિકતા અને પગથિયાંની રચનાને તમે ધ્યાનથી નિહાળો તો તમને તે એક કુંડની યાદ અપાવે છે. નોંધનીય છેકે રાણી ઉદયમતીએ પોતાના પતિ રાજા ભીમદેવ પહેલાની યાદમાં આ વાવનું નિર્માણ કરાવ્યું હતું.

સાત માળની વાવ

સાત માળની વાવ

રાણી કી વાવ સાત માળની છે. વાવની લંબાઇ 66 મીટર, પહોળાઇ 22 મીટર, કૂપ ભાગ 14 મીટર અને કૂપ ભાગની ઉંડાઇ 38 મીટરની આસપાસ છે. વાવમાં જે કૂવો છે, તેની દીવાલોને ખુબજ સુંદરતાથી સુશોભિત કરવામાં આવી છે. જે કોઇપણ પ્રવાસીને સંમોહિત કરી શકે છે.

સુંદર આલેખન અને કલાકૃતિ

સુંદર આલેખન અને કલાકૃતિ

વાવને વિશ્વ ધરહોર બનાવવા માટે સૌથી મોટું યોગદાન તેના દરેક માળમાં કરવામાં આવેલા સુંદર આલેખન અને કલાકૃતિ છે. ત્રીજા માળે અપ્સરાઓની પ્રતિમા, ચોથા માળે લાલિત્યપૂર્ણ આલેખન, વિવિધ મુદ્રા, સ્નાન કર્યા બાદ પોતાના કેશમાંથી પાણી નિચોવતી કન્યાના વાળમાંથી પડતાં પાણીના ટીપાંને ચાતક પક્ષી પોતાના મુખમાં ઝીલતું હોય તેવું દ્રશ્ય કોઇને પણ અભિભૂત કરી શકે છે. અહીં કેટલીક કૃતિઓમાં નિર્વસ્ત્ર અપ્સરાઓ તો કેટલીક કૃતિઓમાં સ્ત્રી આકૃતિઓમાં સાપ, વિંછી જેવા ઝેરી જીવો શરીરના પગ અને જંઘા પર દર્શાવયા છે, જે તંત્રમાર્ગના સૂચક જણાય છે.

વિષ્ણુના દશાવતાર

વિષ્ણુના દશાવતાર

વાવના પાંચમાં માળમાં જે શિલ્પો આવેલા છે તેમાં વિષ્ણુના દશાવતાર વરાહ, વામન, રામ, બલરામ, પરશુરામ, બુદ્ધ અને કલ્કી જોવા મળે છે. આ ઉપરાંત જ્યારે આપણે વાવની મુલાકાતે જઇએ ત્યારે દેવી-દેવતાઓની પ્રતિમાઓમાં દ્વાદશબુજ, મહિષાસુરમર્દિની અને અષ્ટદશભુજ ભૈરવની પ્રતિમાઓ પણ જોવા મળે છે.

અપ્સરાઓના વિવિધ શિલ્પો

અપ્સરાઓના વિવિધ શિલ્પો

વાવના છઠ્ઠા માળે વિવિધ શિલ્પોમાં અપ્સરાઓને સુંદર રીતે કંડારવામાં આવી છે. તેમજ વિષ્ણુના ચોવીસ સ્વરૂપોના શિલ્પો, અર્ધાનારીશ્વર હરિહર, પંચાગ્નિ તપ, પાર્વતી, સૂર્ય, ગણેશ વિગેરેના શિલ્પો પણ દ્રષ્ટિગોચર થાય છે. જ્યારે સાતમા માળે સ્તંભ અને કૂપનું પાણી આ ભાગ સુધી લાવવાની રચના દર્શાવવામાં આવી છે.

અન્ય ખાસિયતો

અન્ય ખાસિયતો

આ વાવની અન્ય ખાસિયતો જાણીએ તો સાધુ, બ્રાહ્મણો અને હોઠ રંગતી તેમજ શણગાર સજતી અપ્સરાઓની મૂર્તિઓ છે. પાણીની સપાટીએ પહોંચતા શેષાશયી વિષ્ણુને કોતરેલા જુઓ છે. જેમાં વિષ્ણુ હજાર ફેણવાળા શેષનાગ પર આડા પડયા છે. એવું કહેવાય છે, અહીં તેઓ યુગો વચ્ચેના અનંતકાળમાં શાશ્વત આરામ કરે છે.

પ્રેમનું પ્રતિક

પ્રેમનું પ્રતિક

આ વાવ રાણી ઉદયમતીએ 1063માં તેમના પતિ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની યાદમાં બંધાવી હતી.રાજા ભીમદેવ જ સોલંકી રાજવંશના સંસ્થાપક હતા. તેમણે ૧૦૨૧થી ૧૦૬૩ દરમિયાન વડનગરમાં શાસન કર્યું હોવાનું કહેવાય છે. આ જ કારણથી આ વાવને પ્રેમનું પ્રતિક પણ ગણવામાં આવે છે.

ભારતની સૌથી સુંદર વાવો પૈકીની એક

ભારતની સૌથી સુંદર વાવો પૈકીની એક

1980માં ભારતીય પુરાતત્વ મોજણી વિભાગે ઉત્ખનન કર્યું ત્યારે તેનું કોતરણીકામ મૂળ સ્વરૂપમાં મળી આવ્યું હતું. રાણકી વાવ ભારતની સૌથી સુંદર વાવો પૈકીની એક છે. અને પ્રાચીન પાટનગરની સૌથી વિખ્યાત ઐતિહાસિક વિરાસતો પૈકીની એક છે.

રાણી કી વાવ

English summary
tourism info of gujarat world heritage site rani ki vav
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more