For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રાન્સમિશન લાઈન વળતર વિવાદ : HCએ સરકારી અધિકારીઓને નોટિસ ફટકારી 2 દિવસમાં જવાબ માંગ્યો

દાહોદના કેટલાય જમીનમાલિકો અને ખેડૂતોએ ગુજરાત સરકારની 2017ની માર્ગદર્શિકાને ગુજરાત હાઇકોર્ટમાં પડકારી છે.

|
Google Oneindia Gujarati News

દાહોદના કેટલાય જમીનમાલિકો અને ખેડૂતોએ ગુજરાત સરકારની 2017ની માર્ગદર્શિકાને ગુજરાત હાઇકોર્ટમાં પડકારી છે કે, જેમાં ટ્રાન્સમિશન ટાવર અને ટ્રાન્સમિશન લાઈનના નિર્માણ અને સ્થાપનાને કારણે થતા નુકસાન વળતર અથવા નુકસાનીની આકારણીની રીતને નિર્ધારિત કરે છે. આ સાથે અરજીમાં માર્ગદર્શિકા પૂર્વવર્તી રીતે લાગુ કરવામાં આવે અને એ મુજબ જ વળતર ચૂકવવામાં આવે છે.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા 2 ઓગસ્ટના રોજ સરકારી સત્તાવાળાઓને નોટિસ ફટકારી હતી, જેનો જવાબ 6 ઓગસ્ટ સુધીમાં આપવાનો રહેશે. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા ઓગસ્ટ 2017ના ઠરાવમાં વળતર અંગેની માર્ગદર્શિકા તૈયાર કરવા માટે જણાવવામાં આવ્યું હતું. આ સાથે જણાવવામાં આવ્યું હતું કે, આ માર્ગદર્શિકા સંભવિતરૂપે લાગુ થશે.

Transmission line compensation dispute

દાહોદના ગરબાડા તાલુકાના ચારચોડા ગામના 59 જેટલા મૂળ જમીનમાલિકો અને ખેડૂતો અને ખેડૂત સંગઠન, ખેડૂત ઉત્કર્ષ મંડળ જે બાકીના 59 અરજદારો છે, તેમણે હવે હાઇકોર્ટ સમક્ષ ઠરાવને પડકારતી એક અરજી દાખલ કરી છે. વર્ષ 2015માં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાની વિરુદ્ધના ઠરાવમાં અરજદારો દ્વારા અરજી કરવામાં આવી છે.

પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, દેશમાં વીજળીના હોલસેલ ટ્રાન્સમિશન સાથે સંકળાયેલી છે, ટ્રાન્સમિશન પોલ અને ટાવર ઉભા કરે છે અને ખાનગી અને સરકારી જમીનમાં ટ્રાન્સમિશન લાઈન લગાવે છે.

આ માર્ગદર્શિકાથી વિપરીત અસર પામેલા અરજદારોએ એવી રજૂઆત કરવામાં આવી છે કે, આ ઠરાવને કારણે જમીનની કિંમત ઘટી છે અને તેમને વૃક્ષો અને પાકનું પણ નુકસાન ભોગવવું પડ્યું છે. તે અરજદારોનો કેસ છે કે, ટેલિગ્રાફ એક્ટની હાલની જોગવાઈ મુજબ, આ નુકસાનને સંપૂર્ણ રીતે વળતર આપવું જરૂરી છે, પરંતુ આજ સુધી બહુ ઓછા અસરગ્રસ્ત જમીનમાલિકો/ખેડૂતોને વૃક્ષો અને પાકના નુકસાન માટે વળતર આપવામાં આવ્યું છે.

વર્ષ 2015માં કેન્દ્ર સરકારે આ માટે માર્ગદર્શિકા તૈયાર કરી હતી. જે મુજબ ટાવર અથવા થાંભલાના પાયા નીચે આવતી જમીનના મૂલ્યના 855 ટકા અને રાઇટ ઓફ વે (ROW) માટે ટ્રાન્સમિશન કોરિડોરમાં જમીનના મૂલ્યના 15 ટકા ચૂકવવામાં આવશે. ઓગસ્ટ 2017માં રાજ્ય સરકાર દ્વારા વળતર માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી હતી.

વર્ષ 2017માં ખેડૂત ઉત્કર્ષ મંડળ દ્વારા વળતર આપવામાં આવ્યું હતું. ત્યારે PGCIL તરફથી જણાવવામાં આવ્યું હતું કે, તેમને ગુજરાત સરકારની માર્ગદર્શિકા હેઠળ વળતર મેળવવા માટે હકદાર નથી. કારણ કે, તે પૂર્વવર્તી રીતે લાગુ પડતી નથી. જે કારણે અરજદારોએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, કેન્દ્રની માર્ગદર્શિકા સંભવિત રીતે એકલી લાગુ કરવામાં આવતી નથી. આ રીતે ગુજરાત સરકારની માર્ગદર્શિકા વર્ષ 2015માં જાહેર કરવામાં આવેલી કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાની વિરુદ્ધ છે.

English summary
Several landowners and farmers in Dahod have challenged the Gujarat government's 2017 guidelines in the Gujarat High Court, which determine the manner of assessment of compensation or damages caused by the construction and installation of transmission towers and transmission lines.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X