For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં દારૂની પરમિટ મેળવવા માટે પ્રવાસીઓ વધારે ચૂકવણી કરવી પડશે

|
Google Oneindia Gujarati News

alcohol
ગાંધીનગર, 4 જૂન : ગુજરાતમાં વિદેશી લોકો, બિન નિવાસી ભારતીઓ અને અન્‍ય રાજ્‍યોમાંથી આવેલા પ્રવાસીઓ પાસેથી એરપોર્ટ પર જ આલ્કોહોલ પરમિટ ફી વસુલી કામ ચલાઉ પરમીટ ઉપલબ્‍ધ કરાવવાની જે દરખાસ્‍ત છે તેમાં રાજ્‍યના ગૃહ વિભાગે દારૂની પરમીટમાં ચાર્જ વસુલવાની તરફેણ કરી છે. આમ કરીને પ્રવાસન વિભાગ દારૂબંધીને લગતાં કાયદા સરળ બનાવવા પર ભાર મૂકે છે.

ગૃહ વિભાગના એક ઉચ્‍ચ અધિકારીએ જણાવ્‍યું કે હાલ બિન નિવાસી ભારતીએ અને વિદેશીઓને તેમનાં આગમન સાથે એરપોર્ટ સ્‍થળ પર જ દારૂ માટે કામ ચલાઉ પરમીટ ફ્રી આપવામાં આવે છે. અન્‍ય રાજ્‍યના નાગરિકોએ એક પરમીટના રૂપિયા 70નો ચાર્જ ચૂકવવો પડે છે. હવે NRI અને વિદેશીઓએ કામ ચલાઉ પરમીટ માટે ચાર્જ ચૂકવવો પડી શકે છે. જ્‍યારે અન્‍ય રાજ્‍યના લોકોએ વધુ ચાર્જ ચૂકવવો પડી શકે છે. જો કે રાજ્‍ય સરકાર દ્વારા હજુ આ મામલે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે.

હવેથી એનઆરઆઇ અને વિદેશીએ એ ગુજરાતમાં આગમન વખતે સ્‍થળ પર દારૂ માટેની કામ ચલાઉ પરમીટ માટે રૂપિયા 500થી રૂપિયા 1000 વચ્‍ચેની ચકમ ચૂકવવી પડી શકે છે. જ્‍યારે અન્‍ય રાજ્‍યના લોકોએ રૂપિયા 350 આસપાસ ચૂકવવા પડી શકે છે.

પરમીટનો ચાર્જ વસૂલાતનો ઉદેશ મહાત્‍મા ગાંધીનો ગુજરાતમાં આવતાં એનઆરઆઇ વિદેશીએ તથા અન્‍ય રાજ્‍યોએ લોકોએ દારૂનાં વપરાશને ઘટાડવાનો છે. પરમીટ મેળવનાર મુલાકાતીઓ માન્‍ય દુકાનેથી દારૂની એક બોટલ (750 એમએલ) ખરીદી શકશે જેનો સમયગાળો 7 દિવસનો રહેશે. ઉલ્લેખનીય છે કે દારૂની પરમીટ આપીને રાજ્‍ય સરકારને ગત વર્ષ રૂપિયા 75 કરોડની આવક થઇ હતી.

English summary
Travelers have to pay more to get alcohol permit in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X