નગરપાલિકા-તાલુકા પંચાયતોની પેટા ચૂંટણીમાં ભાજપનો વિજય

Subscribe to Oneindia News

રાજ્યની સાત જિલ્લાની આઠ નગરપાલિકાની ખાલી પડેલ 9 બેઠકની પેટા ચૂંટણી તથા અમદાવાદ જિલ્લા પંચાયતની એક બેઠક અને 18 જિલ્લાની તાલુકા પંચાયતની બેઠકોની પેટા ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં આઠ નગરપાલિકાઓની 9 બેઠકોમાંથી 6 બેઠકો પર ભાજપ અને ૩ બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે. જયારે તાલુકા પંચાયતોની 27માંથી 17 બેઠકો પર ભાજપ, 1૦ બેઠકો પર કોંગ્રેસ અને 1 બેઠક અપક્ષને ફાળે ગઈ છે. પહેલાં ભાજપ પાસે 7 બેઠકો હતી. આ પરિણામમાં 27માંથી 17 બેઠકો પર કબજો મેળવી ભાજપે ભવ્ય જીત નોંધાવી છે.

BJP

પેટા ચૂંટણી હેઠળની નગરપાલિકાઓ પૈકી ભાવનગર જિલ્લાની પાલીતાણા નગરપાલિકામાં વોર્ડ નં ૩ના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. અમદાવાદ જિલ્લા પંચાયતની ગાંગડ બઠક પર કોર્ટનો મનાઈ હુકમ હોવાથી તથા ભાભર તાલુકા પંચાયતની અબાસણા, હારીજ તાલુકા પંચાયતની વાંસા, સતલાસણા તાલુકા પંચાયતની 1 બેઠક અને થાનગઢ તાલુકા પંચાયતની જામવાળી બેઠક પર ફોર્મ ભરાયા ન હોવાથી પેટા ચૂંટણી યોજવામાં આવી ન હતી. આ જીત પરથી સ્પષ્ટ છે કે, લોકોમાં ભાજપ પક્ષ પર વિશ્વાસ વધી રહ્યો છે.

English summary
Tremendous victory of BJP in Municipality Sub elections
Please Wait while comments are loading...