તુલસી કેસઃ આરોપીઓને CBI કોર્ટમાં રજૂ કરાયા

tulsiprajapati
અમદાવાદ, 28 ડિસેમ્બરઃ બહુ ચર્ચિત તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસના આરોપીઓને આજે મુંબઇથી ગુજરાત પરત લવાયા છે અને અહીંની સીબીઆઇ કોર્ટમાં સુનાવણી અર્થે રજૂ કરવામાં આવ્યા છે. બીજી તરફ એવા અહેવાલ પણ મળી રહ્યાં છે કે આરોપી આશિષ પંડ્યાએ તેમને જેલમાં જાનનું જોખમ હોવાનું જણાવી વિશેષ સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવી અરજી કરી છે.

મળેલી માહિતી અનુસાર સૌરાબુદ્દિન શેખના નજીકના સાથી તુલસી પ્રજાપતિનું ફેક એન્કાઉન્ટર કરવાના આરોપ સબબ પકડવામાં આવેલા પોલીસ અધિકારીઓ વણઝારા, પાંડિયન, પંડ્યા અને રહેમાનને મુંબઇથી અમદાવાદ લાવવામાં આવ્યા છે અને સુનાવણી અર્થે સીબીઆઇ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે. મુંબઇથી અમદાવાદ લાવતીવેળા તેમને સઘન પોલીસ બંદોબસ્ત પૂરો પાડવામાં આવ્યો હતો.

અત્રે એ વાત નોંધનીય છે કે ડીકે વણઝારા પહેલીવાર તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટ કેસમાં કોર્ટ સમક્ષ રજૂ થઇ રહ્યાં છે. તુલસી કેસમાં સીબીઆઇએ કરેલી ચાર્જશીટને સીબીઆઇ કોર્ટ દ્વારા સ્વીકારી લેવામાં આવી હતી. જેમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X