For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતમાં ટનલ એક્વેરિયમ બનાવવા માટે શરૂ થઈ સમીક્ષા

સુરતમાં ગોપીતળાવ, બોટોનીકલ ગાર્ડન, એક્વેરિયમ બાદ હવે પાલમાં ટનલ એક્વેરિયમ બનાવવાની દિશામાં કવાયત શરુ થઇ ગઈ છે. ગુજરાતમાં આ પ્રકારનો પ્રોજેક્ટ પ્રથમ વખત હાથ ધરવામાં આવ્યો છે.

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં આ પ્રકારનો પ્રોજેક્ટ પ્રથમ વખત હાથ ધરવામાં આવ્યો છે. મ્યુનિ.ના ઝુ સુપ્રિન્ટેન્ડેન્ટ પી.જી. મહેતાએ જણાવ્યું હતું કે, ટનલ એકવેરીયમ અંગે પાલિકા પહેલેથી જ વિચારણા કરી રહી હતી જો કે, આ પ્રોજેક્ટનો ઘણો-ખરો આધાર ફિશ એક્વેરીયમ પ્રોજેક્ટની સફળતા પર હતો. ટનલ એક્વેરીયમ પ્રોજેક્ટ હાલ પ્રથમ તબક્કામાં છે. વધુમાં તેમણે કહ્યુ કે, ફિઝીબીલીટી રિપોર્ટ બાદ આવા પ્રોજેક્ટમાં કામ કરી ચુકેલી એજન્સિઓ જોડે ચર્ચા-વિચારણા કરવામાં આવશે. તે બાદ જ આ પ્રોજેક્ટના ખર્ચ અને સમયમર્યાદા પર વિચારણા બાદ પ્રોજેક્ટને પીપીપી (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનશીપ) ધોરણે સાકાર કરાશે.

Gujarat

ઉલ્લેખનીય છે કે, સુરતમાં ગોપીતળાવ, બોટોનીકલ ગાર્ડન, એક્વેરિયમ બાદ હવે પાલમાં ટનલ એક્વેરિયમ બનાવવાની દિશામાં કવાયત શરુ થઇ ગઈ છે. વિદેશોમાં બનાવામાં આવે છે તેવા ટનલ એક્વેરિયમનો લ્હાવો સુરતીઓને ઘર આંગણે જ મળી રહેશે. મહાનગરપાલિકા તંત્રએ આ માટે ફિઝીબીલીટી રિપોર્ટ મગાવવાનું શરૂ કર્યું છે. ટનલ 50 મીટર લાંબી 16 મીટર પહોળી અને 6 મીટર ઊંચી રહેશે. બહારથી આરસીસીની દિવાલ હશે અને અંદર એક્રેલીક ગ્લાસની સુરંગ બનાવાશે. ચારેય બાજુ 40 લાખ લિટર પાણી રાઉન્ડ ધી ક્લોક રહેશે. આ પાણીમાં તરતી માછલીઓ મુલાકાતીઓને તેઓ સમુદ્રમાં હોય તેવો અનુભવ કરાવાશે. નોંધનીય છે કે, સુરતના પાલ ખાતે મહાનગરપાલિકાએ બનાવેલું ફિશ એક્વેરિયમ ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના ગણતરીના ફિશ એક્વેરિયમ પૈકીનું એક છે. આ એક્વેરિયમની સાથે જ ટનલ એક્વેરિયમ બનાવવા કવાયત ચાલી રહી છે. તે માટે પ્રથમ ચરણમાં આ જગ્યા પર ટનલ એક્વેરિયમ બનાવી શકાય કે નહીં તે ચકાસવા ફિઝીબીલીટી રિપોર્ટ વિવિધ જગ્યાએથી મગાવામાં આવી રહ્યા છે.

English summary
Tunnel Aquarium in Surat has started to be reviewed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X