પતિ પત્નીના દિક્ષા મામલે આવ્યો નવો વળાંક, જાણો શું?

Posted By:
Subscribe to Oneindia News

હાલ થોડા સમય પહેલા જ મધ્યપ્રદેશના 100 કરોડના માલિક તેવા દંપતીની દિક્ષા ગ્રહણ કરવાની વાત સમાચારોમાં આવી હતી. આ દંપતી તેમની 3 વર્ષની બાળકીને પરિવાર પાસે મૂકી દિક્ષા લેવાનું વિચારી રહ્યું હતું. મધ્યપ્રદેશના કરોડપતિ દંપતી સુમિત અને અનામિકા સુરતમાં દિક્ષા ગ્રહણ કરવાના હતા. પણ દીકરીના ઉછેર મામલે લોકોની અરજીએ આ મામલાને ગૂંચવ્યો હતો. જે બાદ આ દિકરીની માં એટલે કે અનામિકા દિક્ષા ગ્રહણ નહીં કરે તેવું નક્કી કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે કરોડપતિ દંપતી દિક્ષા લેવા અંગે RTI થઈ હતી કે, દંપતીના દિક્ષા લીધા બાદ તેમની ત્રણ વર્ષની દીકરીની સંભાળ કોણ લેશે.

jain couple

જે પછી આ મામલે મહિલા અને બાલ વિકાસ દ્વારા રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. અને તે પછી જૈન અગ્રણીઓ સાથે ચર્ચાના અંતે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો સાથે જ સુમિત એકલા જ દિક્ષા લીધી હતી. સુમિતની દિક્ષા વખતે મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો અને તેમની પત્ની હાજર રહ્યા હતા. માનવામાં આવે છે કે છોકરીની કસ્ટડી મામલે બાળ વિકાસ વિભાગ દ્વારા કાયદાકીય પગલાં લેવામાં આવશે તેમની ચિમકી ઉચ્ચારતા હવે જ્યાં સુધી આ દંપતીની દિકરી 5 વર્ષની નહીં થઇ જાય ત્યાં સુધી પત્ની દિક્ષા નહીં લે તેમ મનાય છે. અને અન્ય બે વર્ષ તે પુત્રીની સાથે રહીને તેનો ઉછેર કરશે તેમ જાણવા મળ્યું છે.

English summary
There is twist in the story with the Couple who leaves Rs 100 crore property to become monk.
Please Wait while comments are loading...