For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ છે ઉત્સવ લોકશાહીનો, સિઝેરિયનના બે દિવસ બાદ માતા મતદાન કરવા પહોંચી!

ગુજરાતમાં લોકશાહીના પર્વની ધામધૂમ ચાલી રહી છે. આજે ગુજરાત વિધાનસભાની 89 બેઠકો પર મતદાન કરવામાં આવી રહ્યુ છે ત્યારે ઘણા નયનરમ્ય અમે ઉમ્મીદ જગાડનારા દ્રશ્યો સામે આવ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

જામજોધપુર : ગુજરાતમાં લોકશાહીના પર્વની ધામધૂમ ચાલી રહી છે. આજે ગુજરાત વિધાનસભાની 89 બેઠકો પર મતદાન કરવામાં આવી રહ્યુ છે ત્યારે ઘણા નયનરમ્ય અમે ઉમ્મીદ જગાડનારા દ્રશ્યો સામે આવ્યા છે. લોકશાહીનું સાચુ મહત્વ શું છે સમજાવતું એક દ્રશ્ય આજે જામજોધપુરમાં જોવા મળ્યુ હતું.

vote

ગુજરાતની 89 સીટો પર મતદાતાઓ તેના મતનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે જામજોધપુરમાં એક પ્રસુતા સિઝેરિયનના બે દિવસ બાદ મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી હતી.

જામનગર જિલ્લાના જામજોધપુરમાં રહેતા શ્રેયા વ્યાસ હાલમાં જ માતા બન્યા છે. શ્રેયાએ 29મીં નવેમ્બરે સિઝેરિયન દ્વારા બાળકને જન્મ આપ્યો છે. સિઝેરિયનને માત્ર બે દિવસ થયા હોવા છત્તા પણ તેઓ લોકશાહીમાં પોતાનું યોગદાન આપવાનું ભુલ્યા ન હતા. અહીં શ્રેયાબેન વ્યાસ મત આપવા માટે મતદાન મથક પર પહોંચ્યા હતા.

પોતાની આવનારી પેઢીના ભવિષ્ય માટે મતદાન કરવા પહોંચેલા શ્રેયાબેન વ્યાસે કહ્યું કે, તેમને યોગ્ય નેતા પસંદ કરવાનો અધિકાર છે. તેઓએ આગળ કહ્યું કે, તેઓએ દેશના જવાબદાર નાગરિક તરીકે મત આપ્યો.

English summary
Two days after the cesarean, the mother arrived to vote!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X