અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે કિડની અને એક લીવરનું દાન મળ્યું, અત્યારસુધીમાં 400 અંગોના દાન મળ્યા
અમદાવાદ સિવિલ હોસ્પિટલને વધુ એક અંગદાન મળ્યુ છે. 9 ઓગસ્ટે વહેલી સવારે એક બ્રેઈન દર્દીનું તેના પરિવારજનો દ્વારા અંગદાન કરાયુ હતુ. આ અંગદાનમાં બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે. જે જરુરિયાતમંદ દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.
વિગતો અનુસાર, પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા ૪૫ વર્ષીય સુરેન્દ્રસિંહ ભંડારીને ૫ મી ઓગષ્ટે માર્ગ અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં માથાના ભાગમાં ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી. જેથી સઘન સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. સિવિલ હોસ્પિટલમાં ૩ દિવસની સારવારના અંતે તેઓ બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા.

બ્રેઇનડેડ જાહેર થતાં સિવિલ હોસ્પિટલના કાઉન્સેલર્સે તેમના પત્ની સહિત તમામ પરિવારજનોને અંગદાન માટેની સમજ આપી.જેનુ પરિણામ એવું મળ્યું કે પત્નિએ જ પતિના અંગોનું દાન કરીને જરુરિયાતમંદોને નવજીવન આપવાનું નક્કી કર્યું.
અંગોના રીટ્રાઇવલની સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી .જેને જરુરીયાતમંદ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.
સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ રાકેશ જોશીએ જણાવ્યુ કે, સિવિલ હોસ્પિટલમાં થયેલા ૧૨૪ અંગદાનમાં કુલ ૪૦૦ અંગો મળ્યા છે. આ ૧૨૪ અંગદાતાઓએ સમાજના અનેક લોકોને અંગદાનની આ મુહિમમાં જોડ્યા છે. આજે અનેક લોકો આ અંગદાનના સેવાકાર્યથી પ્રેરિત થયા છે.












Click it and Unblock the Notifications
