જાન્યુઆરીમાં થશે જામનગર-અમદાવાદ હવાઈ સેવાનો પ્રારંભ

Subscribe to Oneindia News

એક તરફ ગુજરાતમાં જ્યાં નવી સરકાર રચવાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે એક અહેવાલ સામે આવ્યા છે કે જાન્યુઆરી મહિનાથી જામનગર અને અમદાવાદ વચ્ચે વિમાની સેવાનો પ્રારંભ થશે. પહેલા આ સેવા નવેમ્બર ડિસેમ્બરમાં શરૂ થવાના અહેવાલ હતા. જોકે ચૂંટણીને પગલે આ બાબતે કોઈ કામ આગળ વધ્યું નહોતું. પ્રાથમિક અહેવાલ મુજબ નવી સરકાર રચાઈ ગયા બાદ અને કમુર્હતા બાદ ઉત્તરાયણ પછી 15 જાન્યુઆરીના રોજ અમદાવાદ-જામનગર વિમાની સેવાનો પ્રારંભ કરવામાં આવશે. અને તે દિવસે જામનગરથી અમદાવાદની પ્રથમ વિમાની સેવા ઉડાન ભરશે. અને તે માટે એર ઓડિશા એરલાઇન્સ પોતાની વિમાની સેવા આપશે. ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા "ઉડ્ડાન" પ્રોજેક્ટ હેઠળ નાના શહેરોને મોટા શહેરો સાથે સાંકળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે એરલાઇન્સ દ્વારા જામનગર એરપોર્ટ પર સર્વે અને અભ્યાસ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Gujarat

સરકાર દ્વારા પ્રોજેક્ટ ઉડ્ડાન હેઠળ આ રીતે સમગ્ર ગુજરાતના નાના શહેરોને મોટા શહેરો સાથે જોડવામાં આવે તેવી ચર્ચા પણ છે.આ વિમાની સેવા શરૂ થવાનો લાભ નાના મધ્યમ અને મોટા વેપારીઓને મળી શકે છે. કારણ કે જામનગર બાંધણી ઉદ્યોગના ઘણા વેપારીઓ અમદાવાદના ફેશન બુટિક સાથે જોડાયેલા છે. તેઓ સહેલાઇથી પોતાના માલનું પરિવહન કરી શકશે, તેમજ સમય પણ બચતો હોવાથી હાલ તો જામનગરના વેપારીઓ આ બાબતે ઉત્સાહિત અને અને ઇચ્છે છે કે આ વિમાની સેવા ઝડપથી શરૂ થાય.

English summary
Udaan Project: Jamnagar-Ahmedabad airport transport will start in January.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.