UGC Defaulter University List 2024: ગુજરાતની આ યુનિવર્સિટી ડિફોલ્ટ જાહેર, વિદ્યાર્થીઓને થશે અસર
UGC Defaulter University List 2024: યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)ની સૂચના મુજબ, તમામ યુનિવર્સિટીઓમાં લોકપાલની નિમણૂક ફરજિયાત છે. આ નિમણૂક વિદ્યાર્થીઓને તેમની ફરિયાદો અને સમસ્યાઓના નિવારણ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે, પરંતુ ઘણી યુનિવર્સિટીઓ આ મહત્વપૂર્ણ નિયમનું પાલન કરી રહી નથી.
યુજીસીએ તાજેતરમાં ડિફોલ્ટર યુનિવર્સિટીઓની યાદી જાહેર કરી છે, જેમાં માખનલાલ ચતુર્વેદી નેશનલ યુનિવર્સિટી ઓફ જર્નાલિઝમ એન્ડ બ્રોડકાસ્ટિંગનો સમાવેશ થાય છે.
લોકપાલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની ફરિયાદોનું નિવારણ કરે છે, આ યુનિવર્સિટીઓએ લોકપાલની નિમણૂક કરી નથી, તેથી યુજીસીએ આ અંગે કડક વલણ અપનાવ્યું હતું. ડિફોલ્ટ જાહેર કરવાથી યુનિવર્સિટીની છબી પર અસર થશે.

આ યુનિવર્સિટીમાં ગુજરાતની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી (જામનગર), સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (રાજકોટ), એમ.એસ.યુનિવર્સિટી (વડોદરા), સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી (ગાંધીનગર), અનંત નેશનલ યુનિવર્સિટી (અમદાવાદ), ગાંધીનગર યુનિવર્સિટી (કલોલ), ઈન્ડસ યુનિવર્સિટી (અમદાવાદ), કર્ણાવતી યુનિવર્સિટી (ગાંધીનગર), સાર્વજનિક યુનિવર્સિટી (સુરત) અને કેએન યુનિવર્સિટી (અમદાવાદ)ને ડિફોલ્ટ જાહેર કરવામાં આવી છે.
લોકપાલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની ફરિયાદોનું નિવારણ કરે છે, આ યુનિવર્સિટીઓએ લોકપાલની નિમણૂક કરી નથી, તેથી યુજીસીએ આ અંગે કડક વલણ અપનાવ્યું હતું. ડિફોલ્ટ જાહેર કરવાથી યુનિવર્સિટીની છબી પર અસર થશે.
વિદ્યાર્થીઓની સમસ્યાઓ - અન્ય ઘણી યુનિવર્સિટીઓએ માત્ર લોકપાલની નિમણૂકમાં વિલંબ કર્યો નથી, પરંતુ કેટલીક યુનિવર્સિટીઓએ નિમણૂક પછી પણ વિદ્યાર્થીઓને જાણ કરી નથી. વિદ્યાર્થીઓ માટે આ સ્થિતિ ચિંતાનો વિષય છે, કારણ કે તેઓ તેમની સમસ્યાઓના ઉકેલ માટે યોગ્ય પ્લેટફોર્મ શોધી શકતા નથી.












Click it and Unblock the Notifications
