વલસાડમાં 3 વર્ષીય બાળકી સાથે બળાત્કાર, ભીડે કર્યો પોલીસ સ્ટેશનનો ઘેરાવ

Umargam rape case: ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગાંવમાં ત્રણ વર્ષની બાળકી પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. આ બળાત્કારના કેસના આરોપીની ઓળખ ગુલામ મુસ્તફા તરીકે થઈ છે.

ગુલામ મુસ્તફાની ધરપકડની માંગ સાથે મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ઉમરગામ પોલીસે આરોપીની મહારાષ્ટ્રના પાલઘરથી ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

ટોળાએ વાહનોમાં તોડફોડ કરી આગ ચાંપી - આ ઘટના બાદ વિસ્તારમાં વાતાવરણ ગરમાયું છે. ઉમરગાંવમાં ટોળાએ અનેક વાહનોને આગ ચાંપી દીધી છે.

અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી છે. આ વિસ્તારમાં પોલીસની સંખ્યા વધારી દેવામાં આવી છે. હાલ સ્થિતિ પોલીસના નિયંત્રણમાં છે.

Umargam rape case

આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલશે - વલસાડના પોલીસ અધિક્ષક (SP) ડૉ કરણરાજ વાઘેલા ઉમરગાંવ પોલીસ સ્ટેશનની બહાર લોકોને સમજાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.

લોકોનું કહેવું છે કે, આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ. એસપીએ ભીડને જણાવ્યું હતું કે, ગૃહમંત્રીએ કહ્યું છે કે, કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે. આરોપીને ફાંસીની સજા અથવા આજીવન કેદની સજા આપવામાં આવશે.

મળતી માહિતી મુજબ, બાળકી પરની ક્રૂરતાની માહિતી મળતાં જ રાત્રે જ મોટી ભીડએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું, અને ન્યાયની માંગણી કરવા લાગ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ટોળાએ ઘણા વાહનોમાં તોડફોડ કરી હતી અને કેટલાકને આગ પણ લગાવી હતી. ટોળાએ પોલીસ સ્ટેશનની બહાર સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X