લેણદારોથી બચવા કાકાએ જ કરી 12 વર્ષના ભત્રીજાની હત્યા

Subscribe to Oneindia News

રાજકોટ માં રાજનગર પાછળની પૂર્ણિમા સોસાયટીમાં 12 દિવસ પૂર્વે 6 વર્ષીય રોહનનો મૃતદેહ મળી આવ્યો હતો. રોહન મકવાણાનો મૃતદેહ ઘરની છત પરથી મળ્યો હતો. આ અંગે બાળકના પિતાએ ફાલ્ગુનભાઈએ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરતાં બાળકની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ કરતા બાળકના મોટા પપ્પા(કાકા)એ જ બાળકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

rajkot murder

અહીં વાંચો - રાષ્‍ટ્રીય પલ્‍સ પોલિયો દિવસ: CM રૂપાણીના હસ્તે શુભારંભ

પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા. આરોપીએ દેવું વધી જતા ભત્રીજાની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. ઘરમાં શોકનો માહોલ હશે તો લેણદારો પૈસા માગવા નહીં આવે એમ વિચારી દેવામાં ડુબેલા આરોપીએ માસુમની હત્યા કરી નાંખી હતી. લેણદારોથી બચવા માટે ઘરમાં શોકનો માહોલ ઉભો કર્યો છે. આરોપીએ પોતાના નાના ભાઇના પુત્રની જ 20 માર્ચે હત્યા કરી હતી. માલવીયાનગર પોલીસે આરોપી જીગ્નેશ મકવાણાની ધરપકડ કરી છે. આરોપીને જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો છે.

English summary
Rajkot: Uncle killed 12 year old nephew.
Please Wait while comments are loading...