'અંડરવર્લ્ડ ડોનની Ex પ્રેમિકા પણ નરેન્દ્ર મોદીની દિવાની'

પોર્ટુગલ બનાવટી વીઝા સાથે માફિયા ડોન અબુ સલેમ સાથે ધરપકડ થયેલી અભિનેત્રી મોનીકા બેદી રાજકોટમાં એક મોબાઇલ સ્ટોરના ઉદઘાટન માટે આવી હતી. આ અવસર પર પત્રકારો સાથે ચર્ચા દરમિયાન મોનિકા બેદીએ ગુજરાતના વિકાસની પ્રશંસા કરતાં કહ્યું હતું કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું કામ પ્રશંસાને લાયક છે. નરેન્દ્ર મોદીએ દેશ સમક્ષ વિકાસનું એક મોડલ રજૂ કર્યું છે, નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વિકાસની સાથે ભ્રષ્ટાચારને રોકવા માટે કેટલાય કામો કર્યા છે.
નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદ માટે યોગ્ય ઉમેદવાર ગણાવતાં મોનિકા બેદીએ તેના માટે નરેન્દ્ર મોદી શુભેચ્છા પાઠવી દિધી. તેમને કહ્યું હતું કે આજે દેશને એવા નેતાની જરૂરિયાત છે જે ભ્રષ્ટાચાર પર રોક લગાવી દેશને વિકાસના રસ્તા પર લઇ જઇ શકે અને નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કરીને બતાવ્યું છે.
'હમ દિલ દે ચૂકે સનમ' ફેમ નિર્દેશક સંજય લીલા ભણસાલીની નવે સિરિયલ સરસ્વતીચંદ્રમાં નેગેટિવ રોલ ભજવી રહેલી મોનિકા બેદીને પુછવામાં આવ્યું કે આવા રોલથી તેમના કેરિયર પર ખરાબ અસર પડશે, તો તેમને કહ્યું હતું કે તે ઇન્ડસ્ટ્રીમાં લાંબાગાળાથી છે. ફર્સ્ટ ઇમ્રેશનવાળી વિચારસણી નવોદિત અભિનેત્રી અને કલાકારો પર લાગૂ થાય છે. ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઇમેજ છે.
આઇપીએલમાં સ્પૉટ ફિક્સિંગને ખરાબ ગણાવતાં તેમને કહ્યું હતું કે ક્રિકેટ સાથે ક્રિકેટ સાથે ચાલનાર સટ્ટા બજારને રમતની ભાવના વિરૂદ્ધ ગણાવી હતી જ્યારે આર્મ્સ એક્ટ હેઠળ સંજય દત્તની સજાને દુખદ ઘટના ગણાવતાં તેમને વ્યક્તિગત રીતે તેના દુખ વ્યક્ત કર્યું હતું.












Click it and Unblock the Notifications
