ઊંઝાના મંદિર પાછળ, ગાંજાના છોડ મળી આવતા થયો ચકચાર!

Subscribe to Oneindia News

ઊંઝાના મુક્તુપુર નજીક રોડેશ્વર મહાદેવ મંદિર પાછળ મળ્યા ગાંજા છોડ, મંદિરમાં થયેલા દબાણને તોડવા ગયેલા ગ્રામ પંચાયતા સરપંચ અને ગ્રામજનોએ જ્યારે આ ગાંજા છોડ જોયા તો તે અચરજ થઇ ગયા. જે બાદ તેમણે પોલીસને જાણ કરી હતી. જો કે પોલીસ આવે તે પહેલા મંદિરના પુજારી અને અન્ય લોકો ભાગી છૂટ્યા હતા.નોંધનીય છે કે મંદિરની પાછળ ઉગાડેલા ગાંજાના છોડ જોઇને ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતા. જેથી મંદિરના પૂજારી અન્ય લોકો છોડ તોડી નાસતા હતા તે ગ્રામજનો જોતા પોલીસને જાણ કરાઈ હતી. જો કે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

opium

નોંધનીય છે કે રોડેશ્વર મંદિર લાંભા સમયથી દબાણ મામલે વિવાદમાં હતું. મંદિરની હદ મકતુપુર ગામમાં હોવાથી ગ્રામ પંચાયત દ્વારા અનેક વાર દબાણ હટાવવા નોટીસ આપવામાં આવી હતી. જોકે મંદિરના સંચાલક ઊંઝા ખાતે રહેતા નીલેશ પટેલ ઉર્ફે રાજકુમાર દ્વારા દબાણ દૂર ન કરતા ગ્રામપંચાયતના સરપંચ અને ગ્રામજનોએ જાતેજ દબાણ દૂર કરવા પહોંચી ગયા હતા. અને મંદિરની પાછળ ગાંજાના છોડ ઉગાડવામાં આવ્યા છે તે જોતા સરપંચે પોલીસને જાણ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથધરી છે. ત્યારે આ અંગે ગ્રામજનો દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી અને પોલીએ FSLની મદદથી વધુ તપાસ હાથધરી છે.

English summary
Unjha: Temple backyard is used for opium farming case launched by police.
Please Wait while comments are loading...