ઉંઝામાં વિધવા સાથે સામૂહિક બળાત્કાર

બુધવારે સવારે બંનેને ઊંઝા બાદ મહેસાણા સિવિલમાં સારવાર માટે ખસેડાયાં હતાં. ઊંઝા પોલીસે મહિલાના નિવેદનના આધારે બે અજાણ્યા શખ્સો સામે દુષ્કર્મ તેમજ લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર અજાણ્યા શખ્સોએ મહિલાના પ્રેમને નગ્ન કરી ઢોરમાર માર્યો હતો. એક યુવકે મહિલાના હાથ પગ બાંધીને સાડી વડે બાંધી વારાફરતી સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના રાત્રે નવ થી અગિયાર વાગ્યા સમયગાળા દરમિયાન ઘટી હતી.
સવારના સમયે લોકોએ મહિલાની ચીસ સાંભળી હતી અને ત્યારબાદ પોલીસ જાણ કરી હતી. મહિલાએ પોતાની ફરિયાદમાં બળાત્કારીઓની ઉંમર 25-30 વર્ષ હોવાનું જણાવ્યું છે. મહિલાના પ્રેમીને બેભાન અવસ્થામાં પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ બંનેને મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
