ગુજરાતમાં બદલાયુ વાતાવરણ, અનેક સ્થળે કમોસમી વરસાદ

Posted By:
Subscribe to Oneindia News

ગાંધીનગર, 21 જાન્યુઆરીઃ ગુજરાતમા અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. મોડી રાત્રે અને વહેલી સવારે અમદાવાદ, ગાંધીનગર સહિતના ગુજરાતના અનેક સ્થળો પર કમોસમી વરસાદ પડ્યો હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. સવારે 9 વાગ્યાની આસપાસ અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં જાણે કે ચોમાસું આવી ગયું હોય તેવો માહોલ જોવા મળ્યો છે.

unseason-rain-in-gujarat
અમદાવાદ અને ગાંધીનગર સિવાય અન્ય શહેરોની વાત કરવામાં આવે તો રાજ્યમાં વડોદરા, ભાવનગર, સુરત, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગરમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે, જ્યારે કચ્છમાં કરા પડતા લોકો ચોંકી ઉઠ્યા હતા. રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કમોસમી વરસાદના કારણે અનેક પાકોને નુક્સાન થવાની ભીતી છે, તેમાં પણ ખાસ કરીને જીરાના પાકને મોટું નુક્સાન પહોંચી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગના જણાવ્યાનુંસાર, અપર એર સાયકલોનિક સરક્યુલેશનની અસરના કારણે સોમવારથી વાતાવરણમાં અનાચક બદલાવ આવ્યો છે. વાદળોનું પ્રમાણ વધતા અને પવનોનું જોર ઘટવાથી ઠંડીની માત્રામાં ઘટાડો નોંધાયો છે.

English summary
farmer scared after unseasonal rain in vorious part of gujarat.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.