B'Day Girl: સુલ્તાનથી લઇને દબંગની હિરોઇન પણ સાથ આપ્યો ખાલી હૃતિકે

Posted By:
Subscribe to Oneindia News

બોલીવૂડની નખશીશ સુંદરતા ધરાવતી હિરોઇન તેવી ઉર્વશી રૌતેલાનો આજે જન્મદિવસ છે. 25 ફેબ્રુઆરી 1994માં જન્મેલી ઉર્વર્શી આજે 22 વર્ષની થઇ ગઇ છે. હાલ ભલે ઉર્વશી એક સ્ટ્રગલિંગ અભિનેત્રી જ હોય પણ ખૂબ જ ટૂંક સમયમાં તેણે જે સફળતા મેળવી છે તે કોઇ સામાન્ય ન્યૂકમર માટે મેળવવી એટલી સરળ નથી. હાલમાં જ ઉર્વશીએ હૃતિક રોશનની ફિલ્મ કાબિલમાં એક આઇટમ સોંગ કર્યું હતું. સારા જમાના નામના આ સોંગની ખૂબ ચર્ચા પણ થઇ હતી અને લોકોને આ ગીત પસંદ પણ આવ્યું હતું.

Read also: Hot Pics: ઉર્વશી રૌતેલાની લેટેસ્ટ હોટ તસવીરો

ત્યારે આજે ઉર્વશીના બર્થ ડે પર અમે તમને ઉર્વશી રૌતેલાની કેટલીક તેવી વાતો કહીશુ...

વગર આમંત્રણે પાર્ટીમાં

વગર આમંત્રણે પાર્ટીમાં

તેવી અફવા છે કે ઉર્વશી કોઇ પણ પાર્ટીમાં વગર કોઇ આમંત્રણે પહોંચી જાય છે. અને આ રીતે પોતાની પોપ્યુલારીટી વધારે છે. હવે આ ખબરમાં કેટલી સાચી તે તો ખબર નહીં પણ હાલમાં જ જ્યારે તે સલમાન ખાન સાથે એક પાર્ટીમાં નજરે પડી ત્યારે ચર્ચાઓમાં જરૂરથી આવી ગઇ હતી. થોડા સમય સુધી તો મીડિયામાં તેવી પણ હવા ફેલાઇ હતી કે તે સલમાન ખાનનો નવો ક્રશ છે.

સેલ્ફી ક્રેઝી

સેલ્ફી ક્રેઝી

ઉર્વશી કેટલી સેલ્ફી ક્રેઝી છે તે વાત તો તમે ઉર્વશીના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી જ જાણી લેશો. અવાર નવાર ઉર્વશી એકદમ પિક્ચર પરફેક્ટ તૈયાર થઇને પોતાની હોટ અને બ્યૂટીફૂલ તસવીરો સોશ્યલ મીડિયા પર મૂકતી રહે છે. વળી જાણીતા સ્ટાર્સ સાથે પણ અવાર નવાર તે પોતાની તસવીરો અને સેલ્ફી જાતે જ મૂકતી રહેતી હોય છે.

સુલ્તાનથી લઇને દબંગ સુધી

સુલ્તાનથી લઇને દબંગ સુધી

એટલું જ નહીં મીડિયામાં અનેક વાર આ પહેલા પણ તેવી ખબરો છપાઇ ચૂકી છે કે ઉર્વશી સુલ્તાન અને દબંગમાં એક નાનો રોલ કરશે. એટલું જ નહીં હાલમાં પણ તે અફવા છે કે ઉર્વશી રામ લખનની રિમેકમાં કામ કરશે. પણ હવે આગળની અફવાઓની જેમ આ એક અફવા બનીને રહી જાય છે કે હકીકતમાં પરિણામે તે તો હવે જોવું જ રહ્યું.

ટોયલેટ ભરાયા અર્જૂન રામપાલ

ટોયલેટ ભરાયા અર્જૂન રામપાલ

વચમાં તેવી પણ ખબર આવી હતી કે ઉર્વશી જ્યારે એક ઇવેન્ટ દરમિયાન અર્જૂન રામપાલને મળી તો તેણે તેની સાથે સેલ્ફી પડાવવાની માંગ કરી. અર્જૂને પણ તે સહર્ષ સ્વીકારી. બન્ને સેલ્ફી પડાવી. અને અર્જૂન ત્યાંથી જતા રહ્યા પાછળથી ઉર્વશી જોયું કે સેલ્ફી તો સારી નથી આવી તો તે ફરી અર્જૂન પાસે પહોંચી ગઇ ફરી ક્લિક કરવા લાગી અલગ અલગ પોઝમાં છેવટે અર્જૂન બાથરૂમ જવાનું બહાનું નીકાળીને ત્યાંથી ભાગી નીકળ્યા.

ટેલેન્ટેડ

ટેલેન્ટેડ

જો કે આ તમામ વાતોને બાજુમાં પણ મૂકીએ તો ઉર્વશી છે એક ટેલેન્ટેડ અભિનેત્રી માત્ર 22 વર્ષમાં બોલીવૂડ જેવી જગ્યાએ જ્યાં દર બે દિવસે એક નવી અભિનેત્રી આવતી હોય તેવામાં ટકી રહેવું, પોતાના બળે પોતાનું નામ બનાવવું કંઇ નાની મોટી વાત નથી. ભલે હાલ તેણે ખાલી આઇટમ સોંગ જ કર્યા હોય પણ તે માટે પણ લોકો તેની પસંદ કરે છે તે પણ એક રીતે સારી વાત છે.

English summary
Urvashi Rautela Birthday Special Know interesting facts about her.
Please Wait while comments are loading...