મોદી ઉપરનો યુએસ વિઝા બેન ઉઠાવી લેવા ઝૂંબેશ

અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના સાંસદ જૉ વૉલ્શે જણાવ્યું કે 'ભ્રષ્ટાચાર વિરોધી અને વિકાસ તરફી હોય તેવી સરકારી નીતિઓના પગલે દુનિયાભરમાં તેમણે નામના મેળવી છે. આ કારણે અમેરિકાએ તેમને વિઝા આપવા પર પ્રતિબંધ મૂકવાની જગ્યાએ ભાજપના અગ્રણી નેતાને આવકારવા જોઇએ.'
શિકાગો વિસ્તારના 8મા જિલ્લા ઇલિનિયોસના સાંસદ વૉલ્શે સેક્રેટરી ઓફ સ્ટેટ હિલેરી ક્લિન્ટનને પત્ર લખી મોદીને વિઝા આપવા પર મૂકવામાં આવેલા 7 વર્ષ જૂના પ્રતિબંધને ઉઠાવી લેવાની ઝૂંબેશમાં એક પગલું આગળ વધ્યા છે.












Click it and Unblock the Notifications
