• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  USના ડેલિગેશનને ગુજરાતને IPR હબ બનાવવામાં રસ

  |

  ગાંધીનગર, 13 ડિસેમ્બર : બુધવાર 12 ડિસેમ્બર, 2012ના રોજ ગાંધીનગર ખાતે અમેરિકાના કાયદો અને ન્યાયક્ષેત્રના કાનૂનવિદોનાં ઉચ્ચકક્ષાના પ્રતિનિધિમંડળે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સૌજ્ન્ય મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં પ્રતિનિધિમંડળે ગુજરાતને ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી લૉના નોલેજહબ તરીકે વિકસાવવા તથા કાયદાના શિક્ષણ અને સંશોધનને અમેરિકન કાયદા યુનિવર્સિટી અને કાયદા નિષ્ણાતોના સહયોગથી વધુ સશકત બનાવવાની તત્પરતા વ્યકત કરી હતી.

  modi-american-deligation

  નરેન્દ્ર મોદીને મળવા આવેલા આ અમેરિકન લિગલ ડેલીગેશનના કાયદાવિદોમાં યુએસ કોર્ટ ઓફ અપીલ્સના ચીફ જજ રેન્ડાલ રે રાડેર (RANDALL RAY RADER), ફેડરલ જજ કેન્ટ એ. જોર્ડન (KENT AMOS JORDEN), યુએસ ડિસ્ટ્રીકટ કોર્ટના મેજિસ્ટ્રેટ જજ પોલ સિંઘ ગ્રેવાલ (PAUL SINGH GREWAL), યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના સાઉથ એશિયાના સિનિયર એડવાઇઝર શ્રી મિતુલ દેસાઇ, જ્યોર્જ વોશિગ્ટન અમેરિકન લૉ યુનિવર્સિટીના એસોસિએટ ડીન પ્રો. સુસાન કર્મેનિઅન (SUSAN KARMENION), જ્હોન એમ વ્હેલાન(JOHN A WHEALAN), ભારતની સર્વોચ્ચ અદાલતના નિવૃત ન્યાયાધિશ અશોક ગાંગુલી, તેમજ અમેરિકન કાનૂન નિષ્ણાંતો સર્વશ્રી ડો. રાજ દવે, અમી હરિયાણી, માઇકેલ ગ્રીન, હિતેશ બારોટ અને રાજસભા સભ્ય તથા વરિષ્ઠ કાનૂનવિદ્ રામ જેઠમલાનીએ આ બેઠકમાં ભાગ લીધો હતો.

  આ યુએસ લીગલ ડેલીગેશન ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગરના ઉપક્રમે ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઇટના બે દિવસના સિમ્પોસિયમમાં ભાગ લેવા આવેલું છે. ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, પેટન્ટ રજીસ્ટ્રેશન અને કોમર્સિયલ લીગલ વિવાદો અંગે વિશ્વમાં આવેલી જાગૃતિના સંદર્ભમાં ગુજરાતમાં ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપટી રાઇટસ (ITR) હબ બનવાની ક્ષમતા છે.

  ગુજરાતના ન્યાયતંત્રે ઇવનીંગ કોર્ટ, લોકઅદાલતો અને ફાસ્ટટ્રેક કોર્ટ જેવી અનેક પહેલ કરેલી છે. જનતા પણ વિકાસલક્ષી માનસ ધરાવે છે તે જોતાં ગુજરાત લીગલ રિસર્ચનું કલ્ચર તથા લીગલ એજ્યુકેશનના ગુણાત્મક ફલક વિકસાવવાની વિશાળ ક્ષમતા ધરાવે છે એમ આ અમેરિકન કાનૂનવિદેએ જણાવ્યું હતું.

  મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના આ અભિગમને આવકારી સંપૂર્ણ સહયોગની ખાતરી આપતા જણાવ્યું કે ગુજરાતે નર્મદા કેનાલ ઉપર સોલાર પેનલ બનાવી પાણી, વીજળી અને જમીન બચાવી છે તેની અને ભાલના સૌથી પ્રોટીનરીચ ઘઉંની પેટન્ટ તથા ફોરેન્સીક સાયન્સ દ્વારા ગુનાસંશોધનની ગુજરાતની પહેલની ભૂમિકા આપી હતી.

  English summary
  US delegation show interest to make Gujarat IPR hub.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more