'નરેન્દ્ર મોદી પર અમેરિકાનું વલણ બદલાશે નહી' : કોંગ્રેસ

arjun-modhwadia
અમદાવાદ, 31 માર્ચ: ગુજરાત કોંગ્રેસે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકી પ્રધિમંડળ સાથેની મુલાકાતને 'માર્કેટિંગની ચાલ' ગણાવી છે જેમાં ચાર રિપબ્લિકન સાંસદ પણ સામેલ રહ્યાં હતા. પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે 'આ બીજું કંઇ નહી પરંતુ નરેન્દ્ર મોદીનો પ્રચાર કરવા માટે વૈશ્વિક જનસંપર્ક કંપનીઓની માર્કેટીંગ ચાલ છે.

ઇલિનાઇસના રિપબ્લિકન સાંસદ એરોન શોકના નેતૃત્વમાં અમેરિકન પ્રતિનિધિમંડળે ગુરૂવારે નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પ્રતિનિધિમંડળના સભ્યોએ નરેન્દ્ર મોદીને અમેરિકા આવવાનું આમંત્રણ આપ્યું છે. વર્ષ 2002ના ગુજરાતના કોમી રમખાણોને લઇને 2005થી નરેન્દ્ર મોદીને વીઝા આપ્યો નથી.

અર્જુન મોઢવાડિયાએ આરોપ લગાવ્યો હતો કે ચારેય અમેરિકન સાંસદ અને કેટલાક ઉદ્યોગપતિઓ ભાજપના ઓવરસીઝ ફ્રેંડસના સમૂહ તરીકે અહીં આવ્યાં હતા અને એવો માહોલ બનાવવામાં આવ્યો જેમ કે અમેરિકન શિષ્ટમંડળ આધિકારીક યાત્રા પર છે અન અમેરિકી સરકારે પોતે નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે.

તેમને કહ્યું હતું કે પીઆરની કવાયદમાં આ ધારણા બનાવવામાં આવી હતી કે નરેન્દ્ર મોદીને અમેરિકન સરકારે વીઝા આપી દિધા છે. પરંતુ સચ્ચાઇ બદલવા માટે લોબિંગના માધ્યમથી વારંવાર પ્રયત્નો કર્વા છતાં ફક્ત પૂર્વવર્તી અમેરિકી વહિવટી નહી પરંતુ ઓબામા વહિવટી તંત્રએ પણ નરેન્દ્ર મોદીને વીઝા આપવાના મુદ્દે પોતાનું વલણ બદલ્યું નથી. અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ રાજ્યની જનતાએ ગેરમાર્ગે દોરવી ન જોઇએ અને પોતાની છબિ બનાવવા માટે સરકારી સંસાધનોના ખર્ચા બંધ કરવા જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X