શિક્ષણ વિભાગના ક્લાસ 1-2માં કેટલી જગ્યાઓ ખાલી? જાણો સરકારે શું કહ્યું?
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગમાં વર્ગ-1 અને વર્ગ-2ની વહીવટી જગ્યાઓ ખાલી હોવા અંગે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે.
આ ખાલી જગ્યાઓના કારણે શૈક્ષણિક અને વહીવટી કામગીરી પર પ્રભાવ પડ્યો છે, જેની અસર રાજ્યના વિદ્યાર્થીઓને પણ સહન કરવી પડી રહી છે.

વિધાનસભા સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે શિક્ષણ વિભાગમાં ખાલી પડેલ જગ્યાઓ અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. સરકાર તરફથી આપવામાં આવેલા જવાબમાં આંકડા સામે આવ્યા છે.
- વર્ગ-1 : 145 મંજૂર જગ્યાઓમાંથી 51 જગ્યાઓ ખાલી છે.
- વર્ગ-2 : 1,519 મંજૂર જગ્યાઓમાંથી 992 જગ્યાઓ ખાલી છે.
આ રીતે વર્ગ-1 અને વર્ગ-2ને મળીને કુલ 570 જગ્યાઓ ખાલી હોવાનું જાહેર થયું છે.
જગ્યાઓ ખાલી રહેવાનું કારણ શું?
સરકારના જણાવ્યા મુજબ, ખાલી જગ્યાઓ પાછળ નિવૃતિ, બઢતી અને સ્વૈચ્છિક નિવૃતિ જેવા કારણો મુખ્ય જવાબદાર છે.
શું સરકાર આગામી સમયમાં ભરતી કરશે?
શિક્ષણ વિભાગમાં ખાલી જગ્યાઓ ઝડપથી ભરવા માટે સરકાર કોઈ પગલાં ઉઠાવે છે કે નહીં તે જોવું મહત્વપૂર્ણ રહેશે. હાલ આ ખાલી જગ્યાઓના કારણે વહીવટી કામગીરી પર અસર થઈ રહી છે, જે શિક્ષણ વ્યવસ્થાને પ્રભાવિત કરી શકે છે.












Click it and Unblock the Notifications
