વડોદરાની બ્લ્ડ બેંકોએ દર્દીને HIV પોઝિટિવ લોહી ચડાવી દીધુ

Subscribe to Oneindia News

વડોદરાની બે બ્લ્ડ બે6કોએ દર્દીઓને એચઆઇવી અને હિપેટાઇટીસ પોઝિટિવનું ચેપી લોહી ચડાવી દીધુ. ફૂડ એંડ ડ્ર્ગ્સ વિભાગ તથી સેંટ્રલ ડ્રગ સ્ટાંડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસઓ) ના ઇંસ્પેક્શનમાં આ ચોંકાવનારી વિગતો મળી છે કે વડોદરાની ઇન્દુ બ્લડ બેંક અને સુરકતમ બ્લડ બ્લડ બેંકે દર્દીઓને એચઆઇવી અને હિપેટાઇટીસ પોઝિટિવનું ચેપી લોહી ચડાવી દીધુ છે.

blood bank

આ અંગે બ્લડ બેંકના સત્તાધીશોએ આરોપોને નકારી દીધા હતા. સુરકતમ બ્લ્ડ બેંકના સંચાલક ડો. આરબી ભેંસાણિયાએ માનવીય ભૂલ અને મશીનની ભૂલના લીધે રક્તદાતાના રિપોર્ટ નેગેટિવ હોવા છતા6 પોઝિટિવ આવવાની વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે સોફ્ટવેરમાં એરરને કારણે ખામી સર્જાઇ હતી. ડો. ભેંસાણિયાએ પત્રકાર પરિષદ યોજીને તમામ ખુલાસા કર્યા હતા અને કહ્યુ હતુ કે રક્તદાતાઓના વડોદરા અને અમદાવાદની લેબોરેટરીમાં રિપોર્ટ કઢાવ્યા હતા. જે તમામ રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા.

સુરકતમ બ્લડ બેંક આઇએએસ અધિકારી સાથે ઇન્દુ બ્લડ બેંક વડોદરા ભાજપના અગ્રણી સાથે જોડાયેલા હોવાથી રાજ્યના હેલ્થ વિભાગે આકરા પગલા લેવાને બદલે ફેરતપાસના નામે બંને બ્લડ બેંકને બચાવવાના પ્રયાસો શરુ કર્યા છે. શુક્રવારે બંને બ્લડ બેંકમાં ફરીથી પ્રયાસ કરવામાં આવશે.

English summary
vadodara blood banks has given hiv positive blood to patients
Please Wait while comments are loading...