For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શાહરૂખ ખાને વ્યક્ત કર્યું દુખ, તો રેલ્વેએ આપ્યા તપાસના આદેશ

રઇઝના પ્રમોશન વખતે વડોદરા ખાતે એક વ્યક્તિની મોત બાદ રેલ્વે, પોલિસ અને શાહરૂખ ખાને શું કહ્યું વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

ફિલ્મ રઇસના પ્રમોશન માટે બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાને મુંબઇથી દિલ્હી સુધી ટ્રેનની સફર કરી. અને આ દ્વારા ફિલ્મનું પ્રમોશન પણ કર્યું. પણ પ્રમોશનના આ ચક્કરમાં વડોદરાના એક પરિવારે પોતાનો પુત્ર અને પતિ ગુમાવી દીધો તેનું શું? નોંધનીય છે કે મુંબઇથી દિલ્હી સુધીના શાહરૂખ ખાનના આ ટ્રેન સફરમાં મોટી સંખ્યામાં લોકો રેલ્વે સ્ટેશન પર ઉમટ્યા. અને આ પડાપડીએ ક્યાંક લોકો અને પોલિસ બન્નેની મુશ્કેલી વધારી. વડોદરા સ્ટેશન થયેલી ભાગદોડમાં વડોદરાના મહાનગરપાલિકાના પૂર્વ નગરસેવક ફરીદ શેરાનીનું મોત થયું હતું. હોસ્પિટલના ડોક્ટરનો કહેવા મુજબ તેમનું મોત હાર્ટ એટકના કારણે થયું છે. જે અંગે શાહરૂખ ખાને દુખ વ્યક્ત કર્યું હતું. અને તેમના પરિવારને દુખના આ સમયમાં ભગવાન હિંમત આપે તેવું પણ જણાવ્યું હતું.

srk


જો કે વડોદરા ખાતે ફરીદભાઇનું મોત ક્યાંકને ક્યાંક પોલિસ અને રેલ્વે તંત્રની બેદરકારી તરફ પણ ઇશારો કરે છે. જે બાદ વિવાદ વકરતા રેલ્વે ડીઆરએમએ જણાવ્યું હતું કે બે કલાક અગાઉ જ પ્લેટફોર્મ ટીકીટ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. વધુમાં પોલિસે પણ રેલ્વે પર દોષનો પોટલો નાખતા કહ્યું કે રેલ્વે તરફથી તેમને જાણ નહતી કરવામાં આવી. સાથે સુત્રોથી તેવી પણ જાણકારી મળી છે કે શાહરૂખ ખાન અને ફિલ્મ રઇઝની ટીમ દ્વારા ટ્રેન દ્વારા આવું પ્રમોશન કરવામાં આવશે તેની આગોતરી જાણકારી યોગ્ય રીતે નહતી અપાઇ. ત્યારે હાલ વાંક કોનો છે તે અંગે જ્યાં એક બીજાને આંગળી ચીંધવામાં આવી રહી છે ત્યાં જ રેલ્વે દ્વારા તપાસ કરવાના આદેશો આપવામાં આવ્યા છે. અને એસપી અને ડીવાયએસપી પણ આ ઘટનાએ પહોંચીને તપાસ શરૂ કરી હતી. ત્યારે સવાલ તે પણ થાય છે કે પ્રમોશન માટે ટ્રેન અને રેલ્વે સ્ટેશન જેવી જગ્યાની પસંદગી કરવી કેટલી યોગ્ય?

English summary
Read here the reaction of Shahrukh khan on Vadodara death incident. Also read Railway and police reaction on it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X