દહેજ પહોંચવુ આસાન બનશે, 46 કિમી રસ્તો ફોરલેન બનશે
વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેનો ઉપયોગ કરતા વાહનચાલકો માટે એક સારા સમાચાર છે. હવે ભરૂચ જિલ્લાના આમોદ-રોઝા-ટંકારીયા-મુલેરનો ૪૬ કિલોમીટર લાંબો માર્ગ ફોરલેન બનશે.
આ નવા હાઈવેથી દહેજ પોર્ટ સુધી પહોંચવું વધુ સરળ બનશે અને ટ્રાફિકનું ભારણ પણ ઓછું થશે. આશરે ૪૦૦ કરોડના ખર્ચે થનારા આ કામનું ઈ-ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ ખાતેથી કર્યું.

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત વિકાસ ઉત્સવમાં એક જ દિવસમાં કુલ ૬૩૭ કરોડના ૩૪ વિવિધ વિકાસકામોની સરકારે જાહેરાત કરી છે.
આ પ્રોજેક્ટ્સમાં રોડ કનેક્ટિવિટી અને માર્ગ સુધારણા માટે ૫૭૬ કરોડના કામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આરોગ્ય કેન્દ્રો, રમતગમત સંકુલ, શાળાઓ અને ભૂગર્ભ ગટર યોજના જેવા મહત્વના કામો પણ ભરૂચ જિલ્લાને મળ્યા છે.
ભરૂચના ભવિષ્યના વિકાસ પ્રોજેક્ટ્સ
- જંબુસરનો બલ્ક ડ્રગ પાર્ક
- દહેજ પી.સી.પી.આઈ.આર.
- એલ.એન.જી. ટર્મિનલ
- વાલિયાનો ટ્રાયબલ ઔદ્યોગિક પાર્ક
- સી-ફૂડ પાર્ક
આ ઉપરાંત નીતિ આયોગના માર્ગદર્શન હેઠળ વિકસી રહેલા સુરત ઇકોનોમિક રિજીયનમાં ભરૂચ જિલ્લાનો સમાવેશ થવાથી આગામી સમયમાં ઉદ્યોગ, પર્યટન અને માળખાકીય સુવિધાઓમાં ઝડપી વૃદ્ધિ જોવા મળશે.












Click it and Unblock the Notifications
