નેશનલ ગેમ્સ 2023માં ગુજરાતની વૈદૈહી ચૌધરી બની ટેનિસ ચેમ્પિયન

ગોવા ખાતે રમાયેલી નેશનલ ગેમ્સની ટેનિસ સ્પર્ધામાં ગુજરાતની વૈદૈહી ચૌધરી વિજેતા બની છે. તે તેલંગાણાની રશ્મિકા શ્રીવલ્લીને 7-5, 7-6(3)થી પરાજય આપીને ચેમ્પિનય બની છે.

વૈદૈહી ગુજરાતના વિસનગર તાલુકાના ખંડોસણા ગામની રહેવાસી છે. તેણે ગુજરાતને વધુ એક ગોલ્ડ મેડલ અપાવ્યો છે. અત્યાર સુધીમાં વૈદેહીએ ગુજરાત માટે ઘણા મેડલ જીત્યા છે.

Vaidehee Chaudhary

વૈદેહી ચૌધરીએ આ પહેલા પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પંજાબની સાહિરા સિંઘને 6-1, 6-0થી હરાવી હતી. ત્યારબાદ તેણે મણિપુરની જેનિફર લુખામને 6-2, 6-2થી હરાવી સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. સેમિફાઈનલમાં વૈદહીએ મહારાષ્ટ્રની વૈષ્ણવી અદકરને 6-0, 6-2થી હરાવી હતી અને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

વૈદેહીએ નેશનલ ગેમ્સમાં ટીમ ઈવેન્ટ અને સિંગલ એમ બંનેમાં ગોલ્ડ મેડલ અપાવ્યા છે. તમને જણાવી દઈએ કે વૈદૈહી નેશનલ ગેમ્સમાં અત્યાર સુધીમાં એક પણ સેટ હારી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X