For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વલસાડી હાફૂસનું ઉત્પાદન ખેડૂતો બંધ કરી શકે છે

|
Google Oneindia Gujarati News

kesar mango
સુરત, 2 મે : રત્નાગિરી અલફોન્‍સોની સિઝન બાદ વલસાડી હાફૂસ કેરીની બોલબાલી ઘટી જાય છે. પરંતુ હવે એમ જાણવા મળી રહ્યું છે કે ફ્રુટના બાસ્‍કેટમાંથી વલસાડી હાફૂસ હંમેશા માટે દુર થઇ જાય તેવી શકયતા છે. દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં ખેડૂતો તેના પાકને આગળ વધારવા માટે અનિચ્‍છુક દેખાઇ રહયા છે.

તાજેતરમાં આશરે 100 જેટલા ખેડૂતો જે વલસાડી હાફૂસનું ઉત્‍પાદન કરે છે તે લોકોએ ઉમરસાડી ખાતે એક બેઠક બોલાવી હતી જેમાં કેરીના જુદા પાકના ઉત્‍પાદનના વિકલ્‍પો ઉપર ચર્ચા કરવામાં આવી હતી આ મુજબના અહેવાલો પગલે કેરીના શોખીન લોકોને પણ ફટકો પડયો છે. આશરે 10 વર્ષ અગાઉ દક્ષિણ ગુજરાતમાં કુલ કેરીના ઉત્‍પાદન પૈકી 30 થી 35 ટકા ઉત્‍પાદન હાફૂસ કેરીનું હતું પરંતુ તેમા સતત ઘટાડો થઇ રહ્યો છે. આ વર્ષે કુલ ઉત્‍પાદન પૈકી 6.5 ટકાથી પણ ઓછું ઉત્‍પાદન રહેવાની શકયતા છે.

આ સમગ્ર બાબત અંગે ખેડૂતોનું કહેવું છે કે હાફૂસની સિંચાઇ પર પ્રતિ હેકટર 25,000 રૂપિયાનો ખર્ચ થાય છે. આના બદલે રિટર્ન 18 થી 20 હજાર રૂપિયા મળે છે. આ માત્ર પ્રાથમિક તબકકામાં છે પરંતુ સ્‍થિતિ વધારે ખરાબ બનવાની શકયતા છે. સામાન્‍ય રીતે નવસારી જિલ્લામાંથી આ માર્કેટમાં કેરીનું વર્ચસ્‍વ 38 લાખ કિલોગ્રામની આસપાસ રહે છે જે પૈકી 10 લાખ કિલો હાફૂસ હોય છે. ગયા વર્ષે ઉત્‍પાદન 16.5 લાખ કિલોગ્રામ હતું અહી કેસરની હિસ્‍સેદારી 12 લાખ કિલોગ્રામની છે. વલસાડમાં કુલ કેરીના ઉત્‍પાદનમાં સિઝનમાં વધારો થયો છે.

તલાલા યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ

ગુજરાતનું અમૃતફળ ગણાતી કેસર કેરીની આવક હવે બજારમાં શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને ગીર વિસ્‍તારની કેસર કેરી ગુજરાતી પ્રજામાં અત્‍યંત લોકપ્રિય છે. કેસર કેરીનો ગઢ ગણાતું ગીરનું તલાલા યાર્ડ કેસર કેરીની હરાજીમાં હંમેશા આગળ રહ્યું છે. 16 એપ્રિલથી શરૂ થયેલી કેસર કેરીની હરાજી દરમિયાન ગઈકાલે સૌથી વધુ કેરીના 13,000થી વધારે બોક્‍સની આવક તલાલા યાર્ડમાં થવા પામી હતી. પંદર દિવસમાં કેરીની આવક એક લાખ બોક્‍સની ગણતરીને પાર કરી ગઈ છે. કેરીના ભાવ ઉંચામાં ઉંચા 530 અને નીચામાં નીચા 185 રહ્યા છે.

તલાલા યાર્ડમાં હવે કેરીની આવક વધવા લાગી છે. કેરીનો આગોતરો પાક પ્રતિકૂળ વાતાવરણના કારણે નુકસાન પામ્‍યો હતો પરંતુ આ વખતે કેરીની સિઝન લાંબી ચાલશે અને બીજા તબક્કાનો પાકનું પ્રમાણ વધશે. પાછોતરો પાક વધુ થવાના કારણે ધીમેધીમે બીજા તબક્કાના પાકની આવક શરૂ થવા લાગી છે. ગઈકાલે તલાલા યાર્ડમાં 13,080 બોક્‍સની આવક થઈ હતી અને પંદર દિવસમાં કુલ 1,09,905 પ્રતિ 10 કિલોવાળા બોક્‍સની આવક થઈ ચૂકી છે. આમ હવે લોકોમાં કેરી ખાવાનો સમયગાળો શરૂ થઈ ગયો છે.

English summary
Valsad Alphanso production may close soon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X